Vadodara

માણેજાના એબીબી કંપનીના સ્ટોર રૂમમાંથી આશરે રૂ.32.69 લાખ ઉપરાંતના સમાનની ચોરી


ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર સહિત 6 સામે ગેરકાયદેસર રીતે પ્રવેશી કેબલની ચોરી કરી હોવાની ફરિયાદ નોધાઇ*

(પ્રતિનિધિ) વડોદરા તા. 02

શહેરના માણેજા ખાતે આવેલી એબીબી કંપનીમાં બેંગલોર ખાતે કેબલ માટેનો ઓર્ડર આવતા એબીબી કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જ દ્વારા ફિજીકલ કેબલ સ્ટોક ચેક કરતાં ઘટ જણાઇ હતી જેથી સ્ટોક રજીસ્ટર અને સીસીટીવી કેમેરા ચેક કરતાં એક ખાનગી ચેનલના મિડિયા કર્મી સહિત છ ઇસમોએ ગેરકાયદેસર રીતે કંપનીમાં પ્રવેશી સ્ટોરમાં મૂકેલા અલગ અલગ ત્રણ કેબલો જેની આશરે કુલ કિંમત રૂ 32,69,718 ની કારમાં ચોરી કરી હોવાની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરાના શિવશક્તિ બંગલોઝમા ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે અને પ્રથમ પેકર્સ નામની સરકાર માન્ય આઇ.એસ.ઓ. રજીસ્ટર્ડ લેબર કોન્ટ્રાકટર તરીકે છેલ્લા પચ્ચીસ વર્ષથી પ્રાઇવેટ કંપની ચલાવે છે. તેમની કંપનીને માણેજા ખાતે આવેલી એબીબી કંપનીમાં સ્ટોર હેન્ડલીગ માટે લેબર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ગત તા.24 જાન્યુઆરી,2025ના રોજ એબીબી અને પનીના કંપનીના સબ કોન્ટ્રાકટર સન ઇલેક્ટ્રો સ્ટેરીક, બેંગલોર દ્વારા 45મીટર કેબલનો ઓર્ડર મળતા એબીબી કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અનીલ ચૌધરીએ સ્ટોરમાં કેબલ ચેક કરતાં કેબલનો સ્ટોક ઓછો હોવાનું જાણાયુ હતું. ફિજીકલ સ્ટોક ચેક કરતાં કેબલ ચોરી થયાનું જણાયું હતું. જેથી પ્રથમ પેકર્સના કર્મીઓ અંકુર પટેલ,અનિલ ચૌધરી અને રૂમ ઇન્ચાર્જ સાજીદ મેમણ જેઓની પરવાનગી બાદ જ સ્ટોર ખુલી શકે અને સ્ટોરની ચાવી સિક્યુરિટી ઓફિસમાં રજીસ્ટરમાં સહી બાદ જ મળે તેઓએ ફિઝીકલી સ્ટોક ચેક કરતાં આખરે કંપનીમાં લગાડેલા સીસીટીવી કેમેરા,પંચીગ મશીન ચેક કરતાં ગત તા.04જાન્યુ.2025ના રોજ 03:05 થી 7:30દરમ્યાન કંપનીની પરવાનગી વિના એબીબી કંપનીના વેન્ડર યાદવ રોડ કેરિયર ના કામ કરતા માણસોએ અલ્ટ્રો કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે – 06-ઇક્યુ-4822લ ઇ મટીરીયલ્સ સ્ટોરના પાછળ જઇ પતરાનો ભાગ હટાવી ગેરકાયદેસર રીતે સ્ટોરમા પ્રવેશી છ ઇસમોએ અલગ અલગ ત્રણ કેબલો જેની આશરે કિંમત રૂ 32,69,718 લઇ સ્ટોર રૂમમાંથી બહાર કાઢી પાછળના ભાગે ઉભેલી બોલેરો ખાનગી વાહન જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીટી-8436મા મૂકી તે કેબલ લઈ ગયા હોવાનું જણાતાં એબીબી કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

*આરોપીઓના નામ, સરનામા*

1.રંગેશ વિરસિંગભાઇ રાઠવા (રહે.વચલાફળિયા,રૂમાડીયા,તા.ક્વાટ જી.છો.ઉ.)

2.સંજય ઓમપ્રકાશ સિંઘ (રહે.એ-1, વૃંદાવન પાર્ક, ક્રિશ્ના કોમ્પલેક્ષ પાછળ, જામ્બુવા રોડ, વડોદરા)જે ખાનગી ન્યૂઝ ચેનલનો પત્રકાર છે

3.વિપીન પ્રતાપભાઇ તડવી (રહે.વાલપુર,ખુનવાડા)

4.કમલેશભાઇ રમણભાઇ રાઠોડિયા (રહે.97,નવી નગરી, તરસાલી બાયપાસ)

5.નાગેશ્વરભાઇ બળવંતભાઇ રાવત (રહે.29,5ક્રિશ્ના મઢી, ભાયલી)

6.અજય સી.પાટણવાડિયા (રહે.વડોદરા)

Most Popular

To Top