શહેરના માજલપુર વિસ્તારના કંચનપુરા ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો હતો. સ્થાનિક લોકો માટે આ ઘટના આશ્ચર્યજનક અને ભયજનક હતી, પણ તેમની તત્પરતા અને હિંમતના લીધે કોઇ મોટી અનિચ્છનીય ઘટના બની નહિ. પ્રાથમિક માહિતી મુજબ, મગર એક નદીમાંથીરસ્તો ભટકીને રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. મગરને જોઈને સ્થાનિકો પહેલે તો ગભરાઈ ગયા હતા, પરંતુ એક યુવાને પોતેજ મગર પકડી લીધો. પહેલા તેને કાબૂમાં લીધો અને પછી તરત જ પ્રાણી પ્રેમી સંસ્થા અને વન વિભાગને જાણ કરી.