Vadodara

માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી :

( પ્રતિનિધી )વડોદરા,તા.9

ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સમા રક્ષાબંધન પર્વની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં પણ માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્કારી નગરી વડોદરામાં તમામ ધર્મના તહેવારો હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે.ત્યારે,શનિવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તે પૂર્વે વડોદરા શહેરમાં વર્ષોથી જરૂરિયાત મંદ લોકો માટે કાર્યરત અને સામાજિક પ્રવૃત્તિ કરતા માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જુનાગઢ ખાતેથી રિયલ સમસ્ત સિંધી સમાજના ટ્રસ્ટી સોનલબેન બેરનાણી તેમના પુત્ર તૃષાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોનલબેન પોતે વડોદરાના માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. સોનલબેને માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક જગદીશભાઈ માખીજાની સહિત ટ્રસ્ટના સેવાધારીઓને રક્ષાનું કવચ બાંધી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી સંગમ ચાર રસ્તા પાસે માખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ જરૂરિયાત મંદ લોકોને ભોજન પીરસવામાં આવે છે સાથે જ અહીં જરૂરિયાતમંદ લોકો સાથે તમામ તહેવારોની ભેગા મળીને ઉજવણી પણ કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે.

Most Popular

To Top