Vadodara

માંડ માંડ ચાલુ કરાયેલા લાલબાગ બ્રિજનો એક છેડો ફરી બંધ કરી દેવાયો

વડોદરા શહેરના કાશીવિશ્વનાથ મંદિરથી માંજલપુર જવાના લાલબાગ બ્રિજ પર થોડા દિવસ અવરજવર બંધની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. ત્યારે લોકોએ એ વાતને ધ્યાનમાં લઈ પોતાનો રૂટ બદલી પોતપોતાના નોકરી ધંધા પર જતા હતા. લાલબાગ બ્રિજ પર મીલીંગ મશીન લાવી રિસર્ફેસિંગ કરાયા બાદ કાર્પેટિંગ કરાયું હતું અને લાલબાગ બ્રિજ થોડા દિવસ માટે બંધ કરી કામગીરી પૂર્ણ કરી હજી કાર્યરત કરે માંડ પાચ દિવસ થયા હતા ત્યાતો પહેલા વરસાદમાં બ્રિજ પર ખાડા પડીગયેલા દેખાયા હતા. ગઈકાલે એ ખાડા પૂરવાનું કામ હાથ ધરાયું હતું. હજુ કાલે ખાડા પુરાણ કર્યું અને આજે પાલિકા દ્વારા નોટિસ કે જાહેરાત કર્યા વગર એક તરફનો માંજલપુરથી કાશીવિશ્વનાથ જવાનો રસ્તો લોકો અને વાહન વ્યવહાર માટે ફરી બંધ કરી ડામર લિકવિડ પાથરવાનું કામ હાથ ધરાયું હતું. રોજ અવર જવર કરનારા લોકો અટવાયા હતા અને પાલિકાની આ કામગીરી થી રોષે ભરાયાં હતાં. લોકોએ એવા આક્ષેપો પણ હતા કે પાલિકા અમારા ટેક્ષના રૂપિયા થી પોતાનો વિકાસ કરી રહ્યા છે. કોઈ નોટિસ કે જાહેરાત વગર હાલ રસ્તો અવર જવર માટે બંધ કર્યો છે . થોડા દિવસો પહેલા જ આ બ્રિજ પર કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને આજે ફરી એજ કામ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અમારે ફરી ફરી ને જવું પડે છે. એક રસ્તા પર વારંવાર કામો કરવા પડે તો કોન્ટ્રાક્ટરે શું કામ કર્યું અને અધિકારીઓ શું માત્ર એસી ઓફિસો અને પોતાના વિકાસ માટે મળતિયા જોડે મળી માત્ર ભ્રષ્ટાચાર કરે છે.
સ્થાનિકોએ બ્રિજ પર કામ ચાલતું હોય કામ કરનારને ને પૂછ્યું કે આ કોણ કહેવા પર રોડ બંધ કર્યો ત્યારે કોન્ટ્રાક્ટરે કહ્યુ VMC ને પૂછો અમે તો કામ કરવા કહ્યું માટે કામ કરીએ છે. VMC માં પૂછવામાં આવ્યું તો અધિકારીઓ કહે છે L & T નાં કોન્ટ્રાકટર ને પૂછો આમ એક બીજા પર ઢોળવા નું કામ કરતા હતા.

Most Popular

To Top