વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને ભય જનક મિલકત ઉતારી લેવા માટે જેતે વિસ્તારમાં નોટિસ આપવામાં આવી હતી . કેટલાક વિસ્તારમાં કાર્યવાહી ભાગ રૂપે મિલકત ઉતારી લેવામાં આવી છે તો કેટલીય જગ્યા એ બાકી હતી. જેના ભાગ રૂપે આજરોજ શહેરના માંડવી સ્થિત પુરાતત્વ ભવનની બાજુના જર્જરિત મકાનને પાલિકા દ્વારા જેસીબીની મદદથી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જેસીબીના પ્રવેશ માટે પુરાતત્વ વિભાગની દિવાલ તોડવાની જરૂર પડે એમ હોવાથી તે દીવાલ પણ તોડી પાડવામાં આવી હતી. કામગીરી પૂરી થાય પછી ફરી દીવાલ બનાવી આપવા વિભાગે પાલિકાને જણાવ્યું છે.
જ્યાં ઇમારત ઉતારવાનું કામ ચાલી રહ્યું છે બરાબર એની સામે અપના બજારની બાજુની દીવાલનો થોડા દિવસ અગાઉ એક ભાગ તૂટી પડ્યો હતો.
આ ઇમારત ઐતિહાસિક છે અને હાલ ખસતા છે ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એવી હાલત છે. ત્યારે આવી ઈમારતો ની જાળવણી ક્યારે અને કોણ કરશે એ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
માંડવી પુરાતત્વ કચેરી બહારની મિલકત ઉતારી લેવાઇ
By
Posted on