વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની જર્જરિત સ્થિતિ
વડોદરા: વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાનો હાલત ખસ્તા અને જર્જરિત સ્થિતિ અંગે તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. માંડવી દરવાજા, જે વડોદરાનું હૃદય ગણાય છે અને ઐતિહાસિક વારસો છે, તે હાલ ખૂબ નાજુક સ્થિતિમાં છે અને કોઈપણ સમયે ધડામ થઈ પડી શકે છે. આજે આ દરવાજાના પિલરના પોપડા ખરી પડ્યા હતા.

આ દરવાજાના પિલ્લરનો એક ભાગ તૂટી પડ્યો એ વાત ને લઈ ઘણો હોબાળો થયો. ત્યારે માંડવીના બીજા પીલ્લર પર પણ ગાબડા પડ્યા હોવાનું સામે આવતા લોકો માં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. ASIએ પણ તેને ખતરનાક જાહેર કર્યું છે, છતાં તંત્ર દ્વારા યોગ્ય સમારકામ માટે પગલાં લેવામાં આવ્યા નથી. આ પરિસ્થિતિને કારણે ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે, અને કેટલાક મહંતોએ આંદોલન કરવાની પણ જરૂર પડી છે.
વડોદરા હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી માટે હેરિટેજ વિભાગની રચનાની માંગ પણ ઉઠી રહી છે, પરંતુ તંત્રનું વલણ ઠંડું જોવા મળતું હોવાથી આ ઐતિહાસિક ધરોહર બચાવવાની સ્થિતિ ગંભીર છે.
માંડવી દરવાજાની હાલત અત્યંત નાજુક છે અને તંત્રની બેદરકારીને કારણે આ ઐતિહાસિક વારસો ખતરા હેઠળ છે, જે માટે તાત્કાલિક અને સંકલિત પ્રયાસોની જરૂર છે.