ફાટક ખુલ્લી છોડી દેવાઈ, કોઈ મોટી દુર્ઘટનાનું રાહ જોતું તંત્ર
પાચ મહિના પહેલા ભારે વરસાદ ને કારણે આવેલા પુર માં રેલવેની લાઇનની દિવાલ ધસી પડી હજુ સુધી સમારકામ કરાયું નથી
વડોદરા ભારે વરસાદ ના કારણે નગરજનો એ ત્રણ ત્રણ વાર પુરનો સામનો કરવો પડિયો હતો. પુરના કારણે કરોડોનું નુકશાન પણ વેઠવું પડયું હતું. ત્યારે વડોદરા માંજલપુર અવધૂત ફાટકની લાઇનમાં વિશ્વામિત્રી બ્રિજ તરફ જતા માર્ગ પર રેલવે ફાટક ની દિવાલ ભારે વરસાદ ના કારણે પાણી ભરાતા એક ભાગ તૂટી પડયો હતો. એ વાત ને લગભગ ચાર મહિના ઉપરાંતનો સમય વિતી ગયો છે. એ દીવાલ ને અડીને કેટલાક લોકો રોડ પર નાનો મોટો ધંધો પણ કરતા હોય છે. આસપાસ રોડ પર ધંધો કરતા લોકો તંબુ બનાવી રહેતા પણ દેખાઈ આવે છે અને તેઓના નાના બાળકો રમતા પણ હોય છે. ત્યારે જો રમતા રમતા બાળકો ફાટક પર જાય અને કોઈ અનિચ્છિય બનાવો બને તો એનો જવાબદાર કોણ એવા સવાલો ઉભા થયા છે. કોઈ પશુ જેમ કે ગાય, ભેશ, કૂતરા જો ફાટક પર આવી ચડે અને ટ્રેન ની અડફેટે આવી મોત થાય એ કોની ભૂલ ગણાય?
વડોદરા રેલવે ના અધિકારી કે પાલિકાના અધિકારી કે પછી સત્તાધીશો માત્ર વિકાસ ની વાતો જ કરે છે કામ કરતા નથી એ હકીકત છે.
રેલવે ફાટક ની આ ખુલ્લી જગ્યા પર સમારકામ તો નથીજ કરાયું પરંતુ બેરિકેટિગ કરી બંધ પણ નથી કરાયું જેના કારણે ક્યારેય પણ કોઈ અણ ધરીયો બનાવ બની શકે એમ છે.
માંજલપુર ફાટકની દિવાલ તૂટે પાચ મહિના થયા છતાં સમારકામ નહિં
By
Posted on