શહેરના માંજલપુર વિસ્તારમાં સફલ આઇકોન સામે સરકારી જગ્યામાં વાડો બનાવીને રહેતા અને છૂટક મજૂરી કરતા પરિવારના જેઠે વાડીમાં જેસીબી મશીન ફેરવતા આ બાબતે નાના ભાઇના પત્નીએ વિરોધ કરવા છતાં જેસીબી ફેરવી દેતા સસરા જેઠને આ બાબતે કહેવા ગયા ત્યારે જેઠે નશામાં અપશબ્દો બોલી સસરા તથા નાના ભાઇની પત્ની પર ડંડાથી હૂમલો કર્યો હતો જે અંગેની માંજલપુર પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં સફલ આઇકોન સામે રહેતા લક્ષ્મીબેન કમલેશભાઇ માળી પોતાના પરિવાર સાથે સરકારી જગ્યામાં વાડો બનાવીને રહે છે પતિ છૂટક ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે ગત તા 24ફેબ્રુઆરીના રોજ તેમના જેઠ રાજુભાઇ માળી વાડામાં જેસીબી ફેરવડાવતા લક્ષ્મીબેને વિરોધ કર્યો હતો આ મામલે સાંજે લક્ષ્મીબેનના સસરા રમેશભાઇ જેઠ રાજુભાઇને કહેવા જતા રાજુભાઇ એ નશાની હાલતમાં અપશબ્દો બોલી રમેશભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો તે સમયે લક્ષ્મીબેન બચાવ માટે આવી જતાં જેઠાણીએ અપશબ્દો બોલ્યા હતા તે સમયે રાજુભાઇએ વાડામાંથી લાકડી લાવી લક્ષ્મીબેનને હાથમાં મારી હતી આ દરમિયાન લક્ષ્મીબેનના સાસુ ઉર્મિલા બેન બચાવવા આવતા તેમને પણ રાજુભાઇએ માર માર્યો હતો સાંજે લક્ષ્મીબેનના પતિ કમલેશભાઇ ઘરે આવી બેઠા હતા તે દરમિયાન રાજુભાઇ ના ભત્રીજા નિકુંજ માળીએ કમલેશભાઇ ને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સાસુ ઉર્મિલા બેનને ગડદાપાટુનો માર મારતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ જેઠાણી જશોદાબેન રાજુભાઇ માળીએ જેસીબી દ્વારા તેમના પતિ સફાઇ કરવડતા હતા તે દરમિયાન “આ મારી જગ્યા છે અહીં સફાઇ નહીં કરવી” તેમ કહી કાકા સસરાએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે સામસામે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
