Vadodara

માંજલપુરમાં રસ્તા પર લારીઓથી સર્જાતી અડચણોથી રહીશો વિફર્યા

વડોડરા :; માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી કોમ્પલેક્ષના મુખ્ય અવરજવરના માર્ગ પર દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે લારીઓ ઉભી રાખી ટ્રાફિક ઉભો કરી સોસાયટીના રહીશોને અડચણ પેદા કરતા શુક્રવારે રાતે રહીશો બહાર આવી ગયા હતા.


શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી કોમ્પલેક્ષના બહાર ના ભાગે દુકાનો આવેલી છે અને અંદર તથા દુકાનો ઉપરના ધનલક્ષ્મી કોમ્પલેક્ષમા લોકો રહે છે. અહીં છેલ્લા દોઢેક વર્ષથી દુકાનદારો દ્વારા પોતાના આર્થિક લાભ માટે દુકાનો આગળ ની પેવર બ્લોક વાળી જગ્યાએ ગેરકાયદેસર રીતે ભાડું ખાઇને લારીઓ ઉભી રાખે છેm આ ખાણીપીણીની ગેરકાયદેસર લારીઓને કારણે ધનલક્ષ્મી કોમ્પલેક્ષના મુખ્ય બંને તરફના પ્રવેશદ્વાર પર લોકો ગમેતેમ આડેધડ વાહનો પાર્ક કરી દે છે તેમજ લારીઓવાળા ગંદકી કરતા હોય છે. મોડી રાત સુધી લારીઓ પર અસામાજિક તત્વો તથા અન્ય નશાખોરો રાત્રે બર્થડે પાર્ટી કરી ચિચિયારીઓ પાડી શોર મચાવતા હોય છે સાથે જ આડેધડ વાહનો પાર્ક કરતા સોસાયટીમાં આવતા મહેમાનોને પણ પોતાના વાહનો મૂકવા માટે કે અંદર જવા માટે માર્ગ મળતો નથી.

ગુરુવારે અમદાવાદ થી લંડન જતી એર ઇન્ડિયા બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં ધનલક્ષ્મી કોમ્પલેક્ષના કલ્પનાબેન પ્રજાપતિ નું પણ મોત નિપજ્યું હતું. જેથી તેમના શોકમાં સહભાગી થવા સગાઓ અને અન્ય લોકો ધનલક્ષ્મી કોમ્પલેક્ષમા આવી રહ્યા હતા. પરંતુ અંદર જવા માટે ગાડીઓ હોર્ન મારવા છતાં લોકો વાહનો ન હટાવતા કોમ્પલેક્ષના મહિલાઓએ વાહનો હટાવવા માટે કેટલાક વાહન ચાલક યુવકોને જણાવતા લુખ્ખા તત્વોએ મહિલાઓ સાથે દાદાગીરી કરી હતી. જેના પગલે ધનલક્ષ્મી કોમ્પલેક્ષના તમામ રહીશો બહાર આવી ગયા હતા અને પોલીસ તથા પાલિકાને દબાણો કાયમી ધોરણે હટાવવાની માગણી કરી હતી.

રહીશોના આક્ષેપો મુજબ, અહીં પાલિકા લારીઓ ઉઠાવે તેના બીજા જ દિવસે પૈસા ભરીને તે લારીઓ છોડાવી પાછી લાગી જતો હોય છે ત્યારે અહીં કાયમી ધોરણે ગેરકાયદેસર રીતે લારીઓ બંધ થવી જોઈએ સાથે જ લુખ્ખા તત્વોનો અડ્ડો બની ન જાય તે માટે પોલીસ દ્વારા અહીં પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top