Vadodara

માંજલપુરમાં રસ્તાની બાજુમાં ખાડા ખોદી કરાયેલા માટીના ઢગલા વરસાદમાં જોખમી બન્યા

વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી ખુલ્લી પડી

વડોદરામાં ગત રાત્રિના વીજળીના કડાકા સાથે વરસાદે મહેર કરી હતી. ત્યારે શહેરનાં કેટલાય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા. શહેરના માંજલપુર વિસ્તાર થી કાશીવિશ્વનાથ મંદિર તરફ જવાના રસ્તે પાણી ની પાઇપો નાખવા નું કામ ચાલી રહ્યું છે અને ત્યાં ખાડા ખોદી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. નાતો ત્યાં કોઈ સિક્યોરિટી કે ના કોઈ બેરિકેટ મૂકવામાં આવ્યા હતા. લાલ બાગ બ્રિજ ઊતરતાજઆ ખાડા ખોદવામાં આવ્યા છે અને ખાડા ખોદી ને માટીના ઢગલાં કરવા માં આવ્યા છે, ત્યારે કોઈ ગાડી કે ટુ વ્હીલર આ ખાડા માં ખાબકે અને કોઈ અકસ્માત સર્જાય તો એનો જવાબદાર કોણ.બીજી બાજુ કાશીવિશ્વનાથ મંદિરથી બ્રિજ નીચેથી માંજલપુર જવાના રસ્તે ખૂબ પાણી ભરાઈ ગયા હતા. ત્યાં પણ ડ્રેનેજ લાઈન ને લઈ ને છેલ્લા ૧૫ દિવસ થી કામ કરવામાં આવી રહ્યું છે પણ હજી સુધી કોઈ કામ પૂર્ણ થયું નથી આ જગ્યા એ ટર્ન લેવા નો હોય છે અને માટીના ઢગલા થી વરસાદમાં કારણે કાદવ થઈ ગયો જોવા મળે છે.જો કોઈ બે પહીયા કે ફોરવિલર ટર્ન મારતા સ્લીપ થઈ જાય અથવા ફોરવિલર અંધારા માં કોઈ ખાડામાં ખાબકે અને કોઈ જાન હાની થાય તો એનો જવાબદાર કોણ. ત્યાં ટરનીગ પોઇન્ટ પરના કોઈ સાઈન વોર્ડ લગાવેલું છે ના કોઈ બરિકેટ. પાલિકા ની આ કામ કરવાની રીત કોઈ માસૂમ અને નિર્દોષ નો ભોગ લેશે એવું લાગી રહ્યું છે.

Most Popular

To Top