કેબલિંગ કરતા કર્મચારીઓ પણ દાઝયા હોવાની માહિતી મળી*
*ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કરી ચાર ટીમો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો*
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ સ્પંદન સર્કલ પાસે એક રહેણાંક કોમ્પલેક્ષ ખાતે ખાનગી કંપનીના કર્મચારીઓ દ્વારા કેબલિગની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ગેસની લાઈન તૂટી હતી અને અચાનક ભિષણ આગ લાગી હતી. આ આગ એટલી ભિષણ હતી કે તેમા પાંચ જેટલી દુકાનો અને દસ જેટલા મકાનો, કેટલાક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. પરંતુ સદનસીબે મકાનમાં રહેતા લોકો આગની ઝપેટમા આવતા બચી ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ 4:55 કલાકે ફાયરબ્રિગેડ ને કરવામાં આવતા ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કરી ચાર ફાયરબ્રિગેડ ની ટીમો આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડ ની ગાડીઓ સાથે જ પોલીસની ટીમ,ગેસ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.ગેસ લાઇનમાં લીકેજ ને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબલીગની કામગીરી કરતા કર્મીઓ દાઝ્યા હોવાની માહિતી છે.
