Vadodara

માંજલપુરમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે છેલ્લા 34વર્ષથી થતાં તુલસીવિવાહનો કાર્યક્રમ યોજાયો..

શહેરના માંજલપુર ખાતે નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા 34વર્ષથી તુલસીવિવાહનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

ત્યારે આ વર્ષે પણ તુલસીવિવાહ નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભગવાનની પાલખી સાથેના વરઘોડાની મંદિર પરિસરમાં ફરતે ચાર પરિક્રમા યોજવામાં આવી હતી જેમાં વાધ્ય, લગ્નગીત,ભજન સાથે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં ત્યારબાદ ભગવાન ના તુલસીવિવાહ સંપન્ન થયા હતા.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી કમલેશ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નો બંસીપાળ પથ્થરમાંથી નવીનીકરણ તથા જીર્ણોદ્ધાર ની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top