Vadodara

માંજલપુરની કેનેરા બેન્ક દ્વારા છેતરપિંડીના આક્ષેપ સાથે ખાતેદારોનો હલ્લો

વડોદરા શહેરમાં માંજલપુરમાં આવેલી કેનેરા બેન્ક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ખાતેદારોએ બેંકની અલકાપુરીમાં આવેલી મુખ્ય શાખા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માંજલપુરમાં આવેલી કેનેરા બેંકના ગ્રાહક ના જણાવ્યા મુજબ આ બેંકની શાખાએ પોતાનો ગોલ્ડ લોન ટાર્ગેટ પૂરો કરવા માટે કમિશન એજન્ટને પોતાની બેંકમાં ગોલ્ડ લોન મેનેજર તરીકે બેસાડ્યો હતો. જેથી ગ્રાહકોએ બેંક ઉપર ભરોસો કરી પોતાનું કીમતી સોનુ બેંકની ગોલ્ડ લોન લેવા માટે આપેલું હતું . જેમાં બેંકના બ્રાન્ચ મેનેજર અને ગોલ્ડ લોન મેનેજરે બેંકના નિમાયેલા બે સોનીઓ મદદથી બીજી વ્યક્તિના નામે ગોલ્ડ લોન કરી લીધી હતી અને તે લોનની રકમ પોતાના મળે ત્યાં ટ્રાન્સફર કરી કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. બેંકના તમામ કર્મચારી આ કૌભાંડમાં સામેલ હોવાની હકીકતથી તમામ ઉપરી અધિકારી વાકેફ છે છતાં છતાં કેનેરા બેન્ક અસલી માલિકોને સોનુ પરત કરવા માટે ઠાગાઠૈયા કરી રહી છે.
જેથી 40 થી 50 લોકોને પોતાની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ રોષ સાથે ગ્રાહકોએ અલકાપુરી બેંકની મુખ્ય શાખાએ જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એક ખાતા ધારકે જણાવ્યું હતું કે મારો મેડિકલનો સ્ટોર છે અને કેનેરા બેંક માંજલપુર બ્રાન્ચમાં અમે એકાઉન્ટ ખોલાવ્યું હતું અને ગોલ્ડ લોન લીધી હતી. અમારૂ ગોલ્ડ મૂકીને અમે લોન લીધી હતી. જાણવા મુજબ તે લોકોએ અમારું ગોલ્ડ પોતાના નામે લઈ કૌભાંડ આચર્યું છે. અત્યારે દિવાળીના સમયે અમારે ગોલ્ડ પાછું જોઈતું હોય તો અમને મળતું નથી. અમારી જોડે બેંક દ્વારા છેતરપિંડી થઈ હોઇ અમે બેંકની મુખ્ય બ્રાન્ચ અલકાપુરી ખાતે આવેલી છે ત્યાં આવી આજે અમે વિરોધ દર્શન કર્યું છે.


અન્ય એક ખાતાધારકે જણાવ્યું હતું કે બેંકના મોટા અધિકારીઓ પોતે એવું કહે છે કે અહીંયા આગળ બેઠેલા એજન્ટ એ તમારા લોન ઉપર અલગ જગ્યાએથી લોન લઈ બેંકની સાથે ઠગાઈ કરી છે અને હાલ એ ફરાર હોવાની અમને વાત કરે છે. પરંતુ આ તમામ વસ્તુ બેંકના અધિકારીઓને જાણમાં છે તમને અમારું ગોલ્ડ પાછું જોઈએ એ અમારી માંગ છે. અમારી જોડે ખુબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ છે. અમારે ત્યાં બીજી બેંકમાંથી હપ્તા માટે ફોન આવે છે. જેથી અમે વધારે ચિંતામાં ફસાયા છે અમને અમારું ગોલ્ડ પાછું જોઈએ છે.

Most Popular

To Top