માંજલપુરની કેનેરા બેંકનો મેનેજર હોવાની ખોટી ઓળખ આપી લોકો પાસેથી ગોલ્ડ મેળવી ત્રણ કરોડની ઠગાઇ કરનાર ફરાર આરોપી ઝડપાયો
માંજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ત્રણ કરોડથી વધુની ઠગાઇનો ગુનો2023-24માં નોધાયો હતો
અગાઉ પણ આરોપી વિરુદ્ધ રાજકોટમાં, કચ્છના ગાંધીધામમાં ઠગાઇના કેસો હોઇ પોતાનું નામ બદલી ખંભાત બાદ વડોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો.
માંજલપુરની કેનેરા બેંકનો મેનેજર તથા ગોલ્ડ મેનેજર હોવાની ખોટી ઓળખ આપી લોકો પાસેથી સોનું લઇ જઇ ગોલ્ડ અને મકાનની લોન મેળવી ત્રણ કરોડથી વધુ રકમની ઠગાઇ કરી ત્રણ ગુનાઓમાં ફરાર એવા બહુનામ ધારી રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વડોદરા શહેર ક્રાઇમબ્રાંચને શહેર પોલીસ કમિશનર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવાની સૂચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર આર.જી.જાડેજા, પોલીસ ઇન્સપેક્ટર એચ.ડી તુવરનાઓની દોરવણી હેઠળ શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડથી વધુ રકમની કરાયેલ ઠગાઇના ત્રણ ગુનાઓ સને-2023-24મા નોંધાયેલા હોય આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિશાલ જયંતીભાઈ ગજ્જર રહે. વેદાંત સોસાયટી, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન, અવધૂત ફાટક પાસે, વડોદરા સામે નોંધાયલ હોય તે ફરાર આરોપીને ક્રાઇમબ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સેલ્ટોસ ફોરવ્હિલર ગાડી સાથે જાંમ્બુવા બ્રિજ પાસેના સર્વિસ રોડથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ તપાસ કરતા શંકાસ્પદ કીયા સેલ્ટોસ ફોરવ્હિલર ગાડી અને મોબાઇલ ફોનના પેપર્સ ન હોય તેની વધુ તપાસ કરતાં પકડાયેલ આરોપીનુ જન્મ સમયથી નામ રવિ જયંતીભાઈ પેશાવરીયા હોવાનું તથા રાજકોટનો હોવાનું જાણવા મળ્યુ હતું સાથે જ તેણે રાજકોટમાં જ બી.કોમ.સૉધીનો અભ્યાસ કર્યા બાદ લોકોને લોન અપાવવાનું અને ફોરવ્હિલર લે-વેચ કરવાનું કામ કરતો હતો તેણે વર્ષ-2012-13માં જૂના વાહનોને નવા વાહનો તરીકે બતાવી લોકોને વેચી ઠગાઇ કરી હોવાની પોલીસ ફરિયાદ રાજકોટના માલવિયાનગર અને થોરાળા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ઠગાઇ ના ગુના નોંધાતાં આરોપીને બેન્કમાંથી લોન મળે એમ ન હોઇ આરોપી રવિ રાજકોટ છોડી ખંભાત આવી ત્યાંથી વડોદરા આવીને ભાડાના મકાનમાં નવા નામ વિશાલ જયંતીભાઈ ગજ્જર ધારણ કરી રહેતો હતો અને પોતે માંજલપુર કેનેરા બેંકમાં મેનેજર તથા ગોલ્ડ મેનેજર હોવાનું જણાવી લોકોને વિશ્વાસમાં લ ઇ ગોલ્ડ લોન મેળવવાના બહાને લોકો પાસેથી સોનું લ ઇ લોન મેળવી લોકોને રૂપિયા ન આપી ત્રણ કરોડ ઉપરાંતની ઠગાઇ કરી ફરાર થઇ ગયો હતો જેને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી માંજલપુર પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.