વડોદરા : સંસ્કારી નગરીમાં વધુ એક દારૂડિયાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં આ દારૂડિયાએ કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી એક કારનો કાચ તોડી નાખ્યો હતો.
માંજલપુર હોરીઝોન કોમ્પ્લેક્સ પાસે એક દારૂડિયો અચાનક નશામાં ધૂત થઈ આવી પહોંચ્યો હતો. અર્ધનગ્ન હાલતમાં આ દારૂડિયાએ બિભત્સ શબ્દો બોલી નજીકમાં પાર્ક કરેલી એક કાર પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો અને કારના કાંચ તોડી નાખ્યા હતા. દારૂડિયાએ ઉહાપોહ મચાવતા લોકો એકત્ર થઈ ગયા હતા અને દારૂડિયાની આ કરતૂતનો વિડીયો બનાવી લીધો હતો. સાથે જ કંટ્રોલરૂમમાં જાણ કરી દારૂડિયાને પોલીસને હવાલે કર્યો હતો.