Vadodara

માંજલપુરના વોર્ડ 17ની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા વકરી

અધિકારીઓ અને સત્તાધીશો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વ્યસ્ત, પ્રજા ત્રસ્ત

પાલિકા તંત્ર શહેરના નાગરિકોને પીવાનું પાણી આપવામાં નિષ્ફળ

વડોદરા: માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 17માં આવેલી મણિનગર , અમર જ્યોત, વિવેકાનંદ સહિતની અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા પીવાનું પાણી પૂરું પાડી શકતી નથી. પરિણામે આ વિસ્તારના રહીશો પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર 17માં જ્યાં ત્યાં પાણીની પાઇપલાઇન નાખવા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે જેનું પુરાણ પણ પૂરું કરવામાં આવ્યું નથી. જેના કારણે સોસાયટીના રહીશોમાં ભારે રોષ જાગ્યો છે. પુરાણ ન થવાના કારણે પીવાના પાણીમાં ડ્રેનેજનું તેમજ માટીવાળું પાણી આવવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.

વડોદરામાં પાણીના પૂરતા સ્ત્રોત હોવા છતાં, પાણીની લિકેજ અને વિતરણમાં તંત્રની નિષ્ફળતા કારણે સમસ્યા ઊભી થઈ છે. પાલિકા અધિકારીઓ લીકેજ શોધી શક્યા નથી અને પ્રજાએ અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
સૌથી મોટો પ્રોજેક્ટ જેમાં કરોડો રૂપિયા લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, હોદ્દેદારો તેમજ અધિકારીઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભાગબટાઈ માટે લાગી ગયા અને વડોદરા શહેરની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. જાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સિવાય વડોદરા શહેરમાં બીજું કોઈ કામ જ ન હોય તેમ પ્રજાની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં પાલિકા તંત્ર સદંતર પણે નિષ્ફળ ગયું હોય તેમ દેખાઈ આવે છે.
ઉનાળામાં પાણીનો વપરાશ વધતા આ સમસ્યા વધુ ગંભીર બની છે અને રહીશો આ પરિસ્થિતિથી થાકી ગયા છે.

આથી, માંજલપુર વોર્ડ 17માં પાણીની અછતને લઈને તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી જરૂરી છે, નહીં તો પ્રજાના અહિતકારક પ્રતિક્રિયાનો સામનો સત્તાધીશોએ કરવો પડશે

Most Popular

To Top