Vadodara

માંજપુર વિસ્તારમાં ચાલતી પ્રી-સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ…

રાજકોટ અગ્નિ કાંડ બાદ સમગ્ર ગુજરાતની પંચાયત,પાલિકા,નગર પાલિકા ,મહાનગર પાલિકા તમામ પોત પોતાના જિલ્લા માં સક્રિય બની કામે લાગી છે ત્યારે વડોદરા- જિલ્લા માં પણ પાલિકા ની ફાયર સેફ્ટી ટીમ અલગ અલગ વિસ્તાર માં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી રહી છે. મોલ, હાઈ રાઈઝ,સ્કૂલ, ટ્યુશન ક્લાસ,યુનીવર સિટી, બિલ્ડિંગ, દુકાન, કે પછી અન્ય કચેરીઓ જ્યા ફાયર સેફ્ટી કે અન્ય સુવિધા નો અભાવ હોય ત્યાં શીલ મારી કાર્યવાહી કરી રહ્યા છે .
વડોદરા માં નાના ભૂલકાઓ માટે ચાલતા ગેમ ઝોન પણ બંધ કરવી દીધા છે. પણ પાલિકા પૂરે પુરું કામ કરતી નથી. અમુક વાર તો લાગે કે ફોટો સેશન માટે કામ કરતા હોય. જો સાચેજ પોતાની જવાબદારી સમજી ને સમય સમય પર પોતાની જવાબદારી નિભાવી હોત તો કદાચ આવા કાંડો ના થાય હોત અને માસૂમ નિર્દોષો ના મૃત્યુ પણ ના થયા હોત.


સ્કૂલો , કોલેજો સુવિધા ના અભાવ ને કારણે નોટિસ અપાઈ અથવા કાર્યવાહી ના ભાગ રૂપે શીલ પણ મારી કલાસ બંધ કરાવ્યા છે.વડોદરા માં ઠેર ઠેર પ્રિ-સ્કૂલ નો રાફડો ફાટયો હોય એમ નાના ભૂલકાં ઓ માટે પ્રી-સ્કૂલો જ્યા બાળકો ના ભવિષ્યના ગઢતરનું પેહલુ પગથીયું ગણાય એવા પ્રિ-સ્કૂલ જ્યા મસ મોટી ફી પણ લેવામાં આવે છે .વડોદરા માંજલપુર માં અવધૂત ફાટક થી લક્ષ્મી નારાયણ મંદિર વાળા રોડ પર માય સનસાયન પ્રિ-સ્કૂલ માં ફાયર સેફ્ટી સાથે સાથે સીસીટીવી પણ મુકાયા નથી . જેની તપાસ કરવામાં આવે તો બીજી પ્રિ-સ્કૂલ યુરો કીડ જે માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પર આવેલી છે ત્યાં પણ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળશે આવી અનેક ખુલી ગયેલ પ્રિ-સ્કૂલ માં તપાસ નથી કરી રહ્યાં કેટલાય પ્રિ સ્કૂલ જ્યા ફાયર સેફ્ટી નથી અને કેટલીય પ્રિસ્કૂલ માં તો cctv કેમેરા પણ નથી.
આવી પ્રિ-સ્કૂલો માં બાળકો માટે સલામત છે?

Most Popular

To Top