Vadodara

મહેતા પોળ પાસેના જીનાલયને નુકસાન થતા જૈનોમાં આક્રોશ

તૂટેલી દિવાલ પાછી રીપેર કરી પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું અલ્ટીમેટમ

મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓએ એકત્ર થઈ બિલ્ડર મનોજ અને કેતન અગ્રવાલને આપી ચીમકી

( પ્રતિનિધી )વડોદરા,તા.15

વડોદરા શહેરના માંડવી રોડ મહેતા પોળની પાસે આવેલ જૈન દેરાસર ની બાજુમાં બિલ્ડર દ્વારા બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જેસીબીથી જિનાલય ની દિવાલ અને પેરાફીટ તૂટી ગયા બાદ જેસીબીના ભારના કારણે મંદિરની પ્રતિમાને પણ નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે જૈન સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને તૂટેલી દિવાલ પાછી રીપેર કરી પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું પાંચમ સુધી અલ્ટીમેટમ આપી જો તેમ કરવામાં નહીં આવે તો જીનાલય માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હોવાની સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા શહેરના માંડવી પાસે આવેલી મહેતા પોળની બાજુમાં નેમીનાથ ભગવાનનું જૈન દેરાસર આવેલું છે. જે જૈનોના દિગ્ગજ આચાર્ય વલ્લભસૂરી મહારાજે સદેહે પ્રતિષ્ઠા કરાવી હતી. આ દેરાસરમાં માણીભદ્ર વીર તથા ઘંટાકર્ણ મહાવીર દેવનું પણ દેરાસર અને દાદા વાડી આવેલી છે. આ દેરાસરની બાજુમાં આવેલ બાંધકામ મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબી થી તોડતા જિનાલયની દીવાલ પણ તોડી પાડી હતી તથા પેરાફીટ દિવાલ તોડી નાખી હતી અને જેસીબીના ભારને કારણે મંદિરની પ્રતિમાને પણ તિરાડ પડવા પામી છે જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નેમિનાથ જિનાલય નો વહીવટ કરતા નરેશભાઈ પારેખે જૈન સમાજના અગ્રણીઓને બોલાવ્યા હતા અને સમગ્ર ઘટના વર્ણવી હતી. જે જોઈને જે અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા, તેમાં વડોદરા સમસ્ત શહેર જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહ વકીલ નીરજ જૈન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દિપક શાહ જીવદયા ના રાજીવ શાહ, જૈન કોર્પોરેટર રાખી મનોજભાઈ શાહ ,અનિલ શાહ,ભૂવન પારેખ સહિત મોટી સંખ્યામાં જૈનો ઉમટી પડ્યા હતા. દરમિયાનમાં વકીલ નીરજ જૈન તથા કોર્પોરેટર રાખી શાહ લાભ પાચમ સુધી તૂટેલી દિવાલ પાછી રીપેર કરી અને પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું. નેમિનાથ જિનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું કે અમો આ અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરીશું અને જરૂર પડે અમે જીનાલય માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છીએ એમ જણાવ્યું હતું.

Most Popular

To Top