છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં તુરખેડા ગામની મહિલા વિકાસના ફળ ચાખ્યા વિના જ મૃત્યુ પામી
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તુરખેડાથી 3 કિમી ઝોળીમાં કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી, ત્યાંથી વધુ સારવાર માટે છોટાઉદેપુર ખાતે મોકલવામાં આવી. છોટાઉદેપુરથી વડોદરા ખાતે રિફર કરવામાં આવતા વડોદરા એસ એસ જી હોસ્પિટલ માં પ્રસૂતિ થાય તે પહેલા મહિલાનું મોત થયું હતું.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈંડી ફળિયાની મહિલા વાણસીબેન રાજુભાઈ નાયકાના પરિવારમાં ચાર સંતાનો છે. પાંચમી પ્રસૂતિ માટે આ મહિલાને પીડા ઉપડતા આજુબાજુના યુવાનો તેમજ પરિવારના સભ્યો ઝોળી બનાવીને તુરખેડાના ખૈંડી ફળિયાથી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળી માં ઉંચકીને લાવ્યા હતા. તુરખેડામાં રસ્તાના અભાવે આ મહિલાને ઝોળીમાં નાખીને ત્રણ કિલોમીટર કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી. ત્યારબાદ સાવધા ફળિયાથી 108 એમ્બ્યુલન્સમાં આ મહિલાને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ કવાંટથી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ લમાંથી આ મહિલા ને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલ માં ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું હતું.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે 7 ફળિયા આવેલા છે. 4000 જેટલી વસ્તી છે. આઝાદીના વર્ષો પછી પણ આ ફળિયાને રસ્તા lની સુવિધા મળી નથી. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાઓ નિમ્ન કક્ષાની છે. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલાને છોટાઉદેપુર મોકલવામાં આવી જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે સારવાર માટે મોકલવામાં આવી. આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલાનું મોત થયું .
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તારમાં રસ્તા બનાવતી નથી. આઝાદીના વર્ષો પછી રસ્તા લની સુવિધા ના મળતા ગત વર્ષે પણ એક મહિલાનું મોત થયું હતું જ્યારે ફરી એક મહિલાનું મોત થયું છે. વિકાસ ની વાતો વચ્ચે પ્રસૂતા ને સારવાર મળતી નથી આવી રીતના મોત ને ભેટે છે.
ગયા વરસે પણ પ્રસૂતા નું મોત થયું હતું
પાન તાલુકાના તુરખેડા ગામની એક મહિલા ને ગત વર્ષે પ્રસૂતિ ની સારવાર માટે લઈ જતા હતા. તે વખતે રસ્તામાં પ્રસૂતિ થઈ જતા મહિલા નું મોત થયું હતું અને બાળક બચી ગયું હતું. આ ઘટના ને લઈને હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને સુવોમોટો દાખલ કરતા સરકારે રસ્તો મંજૂર કરવાની અને રસ્તો બનાવી આપવાની મંજૂરી આપતા મામલો થાળે પડ્યો હતો
રસ્તો બનાવવા વન વિભાગે મંજૂરી આપી નથી
જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ 30 કરોડ ના ખર્ચે બે ટેન્ડરો અલગ અલગ મંજૂર કર્યા હતા જ્યારે રસ્તો બનાવવા માટે વનવિભાગ ની જમીનો આવતી હોવાથી પંચાયત માર્ગ મકાન વિભાગ એ રસ્તો બનાવવા માટે વનવિભાગ પાસે મંજૂરી માંગી છે પરંતુ વનવિભાગે આજદિન સુધી રસ્તો બનાવવા માટે મંજૂરી આપી નથી ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ અને વનવિભાગ વચ્ચે સંકલન ના હોવાથી રસ્તા માટે જમીન ફાળવાઈ નથી જ્યારે વિકાસ ની ગુલબાંગો વચ્ચે આ ગરીબ પરિવારો ને રસ્તા ની સુવિધા ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું