વડોદરા શહેરમાં બુધવારે પડેલા ભારે વરસાદને કારણે આખા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક દર્દીઓ પણ હેરાન પરેશાન થયા હતા. આવી જ એક ઘટનામાં રાજેશ ટાવર રોડ ઉપર પ્રસુતાને સુળ ઉપાડતા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ કેડ સમા પાણીમાં પણ એમ્બ્યુલન્સે જવાબ દઈ દેતા મહિલાના પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતા. પરંતુ અહી વડોદરાના લોકોએ તેમના સંસ્કાર દર્શાવ્યા હતા. તરત ધસી આવેલા સેવાભાવી વ્યક્તિઓ દ્વારા એમ્બ્યુલન્સ ને ધક્કો મારીને ખાનગી નર્સિંગ હોમમાં પ્રસ્તુતાને સમયસર સારવાર અર્થે પહોંચતી કરવામાં આવી હતી.
મહિલાને પ્રસવ માટે લઈ જતી એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ, લોકો મદદે આવ્યા
By
Posted on