Vadodara

મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર



વડોદરા શહેરની સૌથી મોટી અને જૂની SSG હોસ્પિટલમાં મહિલાઓની એટલી બદતર હાલત છે કે શૌચાલયના અભાવે મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર બને છે.


જ્યારથી એસએસસી હોસ્પિટલનો વહીવટ રાજ્ય સરકારના હાથમાં આવ્યો છે, ત્યારથી સર સયાજી રાવ ગાયકવાડની દૂરંદેશીના સ્વપ્ન ચકનાચૂર થયા છે. સર સયાજીરાવ ગાયકવાડે લોકોને મફત સારવાર મળે તે હેતુ તેમના નામથી સૌથી મોટી હોસ્પિટલ બનાવી હતી. પણ આ હોસ્પિટલનો વહીવટ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પાસે જતા જ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય મરી પરવાર્યો છે . રાજ્ય સરકાર દર્દીઓ માટે તમામ સહાય પૂરી પાડે છે પરંતુ એસએસજીના સત્તાધીશોની અણઆવડત કહો કે પછી બેદરકારી, દર્દી તેમજ તેના સગા વ્હાલાઓને ઘણી તકલીફો સહન કરવી પડે છે અને હવે તો હદ થઈ ગઈ. આ સત્તાધીશો મહિલા માટે શૌચાલય બનાવી શકતા નથી. એસએસસીના એક બિલ્ડીંગના ત્રીજા માળે સર્જીકલ વોર્ડમાં મહિલાઓ માટે એક પણ શૌચાલયમાં નથી. નવું શૌચાલય માટેનું કામ શરૂ તો કરાયું પરંતુ પૂરું થયું નથી. આ કામ બંધ હાલતમાં છે. ફક્ત નકરી ગંદકી ડોકિયા કરી રહી છે. વોર્ડમાં શૌચાલય ન હોવાથી મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર થઈ રહી છે. તેમ છતાં પણ સત્તાધીશોને કોઈ ફરક પડતો ન હોય એમ દેખાય છે. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર મહિલાના સ્વાભિમાન અને સુરક્ષાની વાત કરે છે પણ આ બધી વાતો SSGના સત્તાધિશોને લાગુ પડતી હોય તેમ લાગતું નથી.

Most Popular

To Top