Dahod

મહિન્દ્રા સ્કોર્પિયોના બદલામાં નવી મારૂતિ અર્ટિગા કાર આપવાની લાલચ આપી રૂ.4 લાખની ઠગાઈ

ઝાલોદ તાલુકાના લીમડી નગરના એક વ્યક્તિને દાહોદ શહેરમાં રહેતાં એક ઈસમે ઠગી લીધો


દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના એક વ્યક્તિને દાહોદ શહેરમાં રહેતાં એક ઈસમે મહિન્દ્રા સ્કોર્પિયોને એક્ષચેન્જ કરી આપી તેના બદલામાં નવી મારૂતિ અર્ટિગા ફોર વ્હીલર ગાડી આપવાની લાલચ આપી રૂા.૪ લાખની સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડી લઈ જઈ નવી મારૂતિ અર્ટીગા ફોર વ્હીલર ગાડી નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

દાહોદ શહેરમાં સહકાર નગર સોસાયટી ખાતે રહેતો દિવ્યેશભાઈ સતીષભાઈ સાધુએ ઝાલોદના લીમડી નગરમાં શિયાળ ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ મગનભાઈ મોરીને ગત તા.૨૩.૦૯.૨૦૨૪ના રોજ લક્ષ્મભાઈની મહિન્દ્રા સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડી એક્ષચેન્જમાં લઈ જઈ વડોદરા છાણી ખાતે આવેલ કિરણ મોટર્સમાંથી મારૂતિ અર્ટીગ ગાડી નવી અપાવવાની લાલચ દિવ્યેશભાઈએ લક્ષ્મણભાઈને આપી હતી. તેના બદલામાં દિવ્યેશભાઈ લક્ષ્મણભાઈની સ્કોર્પિયો ગાડી જેની કિંમત રૂા.૪ લાખની લઈ નવી મારૂતિ અર્ટીગા ફોર વ્હીલર ગાડી નહિં આપી લક્ષ્મણભાઈ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરતાં આ સંબંધે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનેલા લક્ષ્મણભાઈ મગનભાઈ મોરીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Most Popular

To Top