Vadodara

મહિના પહેલાથી વડોદરા ને સજાવવાનું કામ કરવામાં આવ્યું એ આજે સફળ થયું: ડૉ.શીતલ મિસ્ત્રી…

ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી મહિના પહેલાથી વડોદરાને સજાવવાનું કામ જે કરવામાં આવ્યું એ આજે સફળ થયું..

પાલિકાના અધિકારી કાઉન્સિલરો નેતાઓ કર્મચારીઓ જે લોકો પણ કાર્યક્રમમાં જોડાયા તે તમામનો આભાર વ્યક્ત કરું છું:- ડોક્ટર શીતલ મિસ્ત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની કર્મભૂમિ ખાતે પધારવાના હોય તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ વડોદરાના મહેમાન બનવાના હોય તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ રોડ રસ્તાઓને સુધારવા, સ્વચ્છતા જાળવવા તેમજ વડોદરાને રંગબેરંગી બનાવવાની કામગીરી કરવામાં મહિના પહેલેથીજ શરૂ કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત ડિવાઈડરો, સર્કલો તેમજ અનેક દિવાલો પર પેન્ટ કરીને તેમને સુંદર બનાવવામાં આવી આવ્યા હતા. સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રી તેમજ મ્યુ.કમિશ્નર દિલીપ રાણા જાતે જઈને નિરિક્ષણ પણ કરી રહ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ અનેક સંસ્થાઓ અને એનજીઓ સાથે પ્રધાનમંત્રીના આગમન પહેલા બેઠક કરી રોડ શો માટેની તૈયારી પણ કરી હતી. જેમાં વધુમાં વધુ લોકો રોડ શોમાં જોડાય એ માટે ખાસ બેઠકો કરી અને ભીડ એકઠી કરવાનું આયોજન પણ ખુબ સરસ રીતે ગોઠવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શહેરને સુંદર અને લાઈટોથી ઝળહળતું કરવા માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ દરરોજ પ્રધાનમંત્રીના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે જે આયોજન કર્યું હતું તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એક મહિના અગાઉથી જ રાત દિવસ એક કરી વડોદરાને સાફ અને સુંદર બનાવવા માટે તૈયારીઓ જે કરી હતી તે સફળતાપૂર્વક કામગીરીને લઈ આજે આ તમામ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ડોક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે જે આયોજન અમે લોકોએ હાથમાં લીધું હતું પાલિકાની ટીમ અને ખુબ ધન્યવાદ પાઠવું છું. તેઓએ ખુબ મન લગાવીને ખૂબ સુંદર રીતે વડોદરાને સજાવી પ્રધાનમંત્રીના કાર્યક્રમને પણ ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું. તમારી આ મહેનત રંગ લાવી અને આવનારા દિવસોમાં પણ વડોદરા ને સુંદર રાખવાનો પ્રયાસ ચાલુ રહેશે. ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પોતાની સાથે જોડાયેલી પાલિકાની ટીમ નેતાઓ કાઉન્સિલરો અધિકારીઓ નો આયોજનને લઈને કામગીરીને લઈને આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top