૧૨ જ્યોતિર્લિંગ, અમરનાથ અને ચાર લાખ હીરા જડિત તથા ગોમતી ચક્રથી બનાવેલા શિવલિંગના દર્શન થશે
અટલાદરા બ્રહ્માકુમારીઝના સૌજન્યથી, ૨૨ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન રોજ સાંજે ૪ થી૧૦ થી વાગ્યા સુધી બિલ ભાઈલી 30 મીટર કેનાલ મેઈન રોડ પર વિવિધ આકર્ષણોથી શણગારેલો ભવ્ય વિશ્વ પરિવર્તન મહાકુંભ જ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વિશ્વ પરિવર્તન મહાકુંભ જ્ઞાન મેળો ૨૨ ફેબ્રુઆરી શનિવારે બપોરે ૪ વાગ્યે અટલાદરા સેવા કેન્દ્રથી ૧૨ જ્યોતિર્લિંગ સાથે મેળાના ગ્રાઉન્ડ સુધી એક ભવ્ય શોભાયાત્રા સાથે શરૂ થશે. ૫.૩૦ વાગ્યે બ્રહ્માકુમારીઝ – અખિલ ગુજરાત હિરક જયંતિ વર્ષ નિમિત્તે ગુજરાત – મણીનગર સબઝોન ઇન્ચાર્જ નેહાદીદી અને આમંત્રિત મહાનુભાવોની હાજરીમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યાર બાદ મહેમાનો દ્વારા ૬૦ શિવધ્વજ ફરકાવવામાં આવશે. સાંજે ૬.૦૦ વાગ્યે આધ્યાત્મિક ગીતો માટે પ્રખ્યાત બ્રહ્માકુમારી ડૉ. દામિનીબેન અને લોકગીત ગાયક પીયુદાન ગઢવી સાથે સંગીતમય સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ થશે. ભક્તો માટે, 12 જ્યોતિર્લિંગ, અમરનાથ, ચાર લાખ હીરાથી જડિત શિવલિંગ અને ગોમતી ચક્રથી બનેલું શિવલિંગ મેળાના મુખ્ય આકર્ષણો બનશે ભક્તોને ભગવાન શિવ અને શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવામાં આવશે. ચૈતન્ય દેવીઓની ઝાંખીથી પણ શણગારવામાં આવશે. યોગમાં રસ ધરાવતા લોકો માટે, ખાસ રાજયોગ પ્રદર્શની અને પરમાત્મા અનુભૂતિ ક્ક્ષ દ્વારા રાજયોગ વિષે સમજાવવામાં આવશે તથા વિડિઓ અને કોમેન્ટ્રી સાથે માર્ગદર્શિત ધ્યાન પણ કરાવવામાં આવશે. બોડી એન્ડ માઈન્ડ ફિટ અને ફાઇન થીમ પર આરોગ્ય સ્ટોલ અને બાળકો અને યુવાનો માટે મૂલ્ય આધારિત રમતો, શિક્ષણ પર નવી દિશા અને વ્યસન મુક્તિ પ્રદર્શનના સ્ટોલ પણ રાખવામાં આવશે. ૨૩ થી ૨૬ તારીખ સુધી દરરોજ આધ્યાત્મિક નાટક દ્વારા ભક્તોને ભગવાન શિવના મહાન કર્તવ્યનો સંદેશ પણ આપવામાં આવશે.
ડો, બી કે અરુણા દીદી એ જણાવ્યું કે આ મેળામાં સંગીત સંધ્યા, આધ્યાત્મિક નાટક અને ચૈતન્ય દેવીઓની ઝાંખીથી વિશેષ સુશોભિત કરવામાં આવશે. વડોદરાના તમામ રહેવાસીઓને ઘરે ઘરે જઈને પત્રિકાઓ દ્વારા અને સોશિયલ મીડિયા અને અખબારોના માધ્યમો દ્વારા મેળા વિશે માહિતી આપીને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુમાં વધુ ભાઈઓ, બહેનો, પરિવાર અને મિત્રો મેળાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
