Vadodara

મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની મેમાં અરજી રદ થઇ, જૂનમાં બોગસ ફાયર એનઓસી મળી !

મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકે કાયમી બિલ્ડીંગ માટે ટેમ્પરરી ફાયર એનઓસી માટે અરજી કરી હતી

ગત ગુરુવારે મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાંથી મળી આવેલી બોગસ ફાયર એનઓસી મામલે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકે જણાવ્યું હતું કે, તેમને 30 એપ્રિલ 2025 ના રોજ ઑનલાઇન ફાયર એનઓસી માટે એપ્લાય કર્યું હતું. પરંતુ હવે આ મામલે ફાયર વિભાગના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિક દ્વારા ફાયર વિભાગમાં ટેમ્પરરી ફાયર એનઓસી માટે ઓનલાઈન અરજી કરી હતી. જે ફાયર વિભાગ દ્વારા ગત મે મહિનામાં જ નામંજૂર કરી દેવાઈ હતી. મે મહિનામાં અરજી નામંજૂર કરાયા બાદ અચાનક જ જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં બોગસ ફાયર એનઓસી મળી આવતાં હવે સમગ્ર મામલે કોણ માસ્ટર માઇન્ડ છે તેને લઈને હવે ખુદ ફાયર વિભાગમાં પણ કર્મીઓ ચકડોળે ચડ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ટેમ્પરરી ફાયર એનઓસી મુખ્યત્વે કોઈ કાર્યક્રમ કે જે એક દિવસ કે થોડા દિવસ ચાલવાનો હોય તેમના માટે હોય છે. જ્યારે કોઈ કાયમી બિલ્ડીંગ માટે ફાયર એનઓસી લેવાની હોય એ તે પ્રથમ ત્રણ વર્ષ માટે અને ત્યારબાદ દર બે વર્ષે રિન્યુ કરાવવાની હોય છે. મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકે જયેશ મકવાણા બાદ અન્ય એક વેન્ડરને રાખ્યો હતો. તેમ છતાં તેમને કેમ ટેમ્પરરી ફાયર એનઓસી એપ્લાય કરી તેને લઈને પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે. વધુમાં ફાયર વિભાગમાં થતી ચર્ચાઓ મુજબ, જયેશ મકવાણા પકડાઈ જાય તો તમામ કૌભાંડનો ખુલાસો થઈ શકે એમ છે.

Most Popular

To Top