વડોદરા કમલાનગર પાસે આવેલી ખાનગી સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ, વીજળીના વાયરો પણ અસ્તવ્યસ્ત, નોટિસ અપાઈ
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઠેર ઠેર સુરક્ષા હેતુ ફાયર અને વિદ્યુત ની ટીમ સાથે ચકાસણી કરાઈ રહી છે, ત્યારે અનેક જગ્યાએ ફાયર સેફ્ટીને લઈ ને નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરાના કમલાનગર પાસે આવેલી મોંઘીદાટ સ્કૂલ રોયલ હાઈ એજ્યું સ્કૂલમાં પાલિકા નાં ટાઉન પ્લાનિંગ, ફાયર સેફ્ટી વિભાગ અને વિદ્યુત બોર્ડ ના અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જ્યાં ફાયર સિસ્ટમ માં ખામી જોવા મળતા સ્કૂલ ને નોટિસ આપવામાં આવી હતી. વિદ્યુત બોર્ડ દ્વારા ચેકીંગ કરતા વાયરો અને સિસ્ટમ બરાબર ના હોવા ના કારણે જીઇબી દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી.
ખાનગી સ્કૂલો જ્યારે મસ મોટી ફી પેટે વાલીઓ પાસે રકમ લેતા હોય ત્યારે સ્કૂલ નાં સંચાલકો આવી બેદરકારી રાખી માસૂમ અને નિર્દોષ બાળકો ના જીવન સાથે ગંભીર બેદરકારી રાખે એ કેમ ચાલે?
મસમોટી ફી લેતી રોયલ સ્કૂલમાં આગ લાગે તો બાળકો બચવાની કોઈ ગેરંટી નહિ
By
Posted on