Vadodara

મરી માતાના ખાંચામાં મધ્યવર્તી સ્કૂલ પાછળનું ગેરકાયદે બાંધકામ અટકાવ્યું

ગુજરાતમિત્ર ડિજિટલમાં અહેવાલ પ્રસિધ્ધ થતા કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું

ગેરકાયદેસર બાંધકામો તોડવા અપાયેલી નોટિસોનો અમલ ક્યારથી થશે?



વડોદરા: મોબાઈલ અને તેની એસેસરીઝનું મુખ્ય બજાર મનાતા મરીમાતાના ખાંચામાં સેકડો બાંધકામો ગેરકાયદેસર છે તે બાબતે ભૂતકાળમાં સ્થાનિક લોકો અને દુકાનદારો વચ્ચે અનેક વખત ઘર્ષણ થઈ ચૂક્યા છે.તે ઘટના અંગે ગુજરાત મિત્રે અનેક વખત લખ્યું છે. ત્રણ દિવસ પહેલા આવું જ એક બાંધકામ મધ્યવર્તી સ્કૂલની બિલકુલ પાછળ પુર જોશમાં ખુલ્લેઆમ ચાલી રહ્યું હતું .ખાડા ખોદીને પ્લીન્થના બહાર કોલમ પણ ઊભા કરી દીધા હોવાનું બંધ બારણે જાણવા મળ્યું હતું. બાંધકામ ગેરકાયદેસર થઈ રહ્યું છે તે અંગે સ્થાનિક કોર્પોરેટરો ને જાણ કરવામાં આવી હતી. જે કોમર્શિયલ બાંધકામો કોના ઇશારે ચાલુ થઈ ગયા હતા તે બાબતે કોર્પોરેટર જાગૃતિબેન કાકા એ ઊંડી તપાસ કરતા ચોકી ઉઠ્યા હતા. અને આજે તુરંત પાલિકા ના અધિકારીઓ તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા. બાંધકામની કામગીરી અંગે જરૂરી પુરાવા માગતા હાજર ઈસમોએ સંતોષ કારક જવાબ સુદ્ધાં ના આપ્યા.જેથી સત્વરે કાયદાકીય પગલા ભરીને બાંધકામને અટકાવી દેવામાં આવ્યું હતું. બનાવ અંગેની જાણ મરી માતાના ખાંચામાં થતા જ દબાણ કરનારાઓમાં પણ હડકંપ મચી ગયો હતો. કારણ કે બે માસ પૂર્વે રસ્તા રેશા મા આવતા રોડ પર સેકડો ગેરકાયદેસર દબાણો થયા છે. તો ક્યાંક પાકા બાંધકામ પણ થયા છે. જેને તોડી પાડવા ગમે ત્યારે પાલિકા તંત્ર ત્રાટકશે તેવી દહેશત જાગી છે ખાસ કરીને ગેરકાયદેસર દુકાન ના માલિકો ફફડી ઉઠ્યા છે.
કારણ કે સ્થાનિક લોકો સાથે દુકાનદારો ને ઘર્ષણ થતા મચેલા હોબાળાને કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું અને તે અંગે રજૂઆત પાલિકા તંત્રને પણ કરાતા એક્શનમાં આવેલા અધિકારીઓએ રસ્તામાં ગેરકાયદેસર થયેલા બાંધકામોમાં પીળા પટ્ટા મારીને દબાણ પુરવાના હુકમ પણ કર્યા હતા અને તે બાબતે રોડ ઉપર દબાણ કરનાર દુકાનદારોને નોટિસો પણ ફટકારી હતી. પરંતુ આટલા લાંબા અરસા બાદ પણ પાલિકા તંત્ર એ એક પણ દબાણમાં તોડફોડ કરી નથી. આવા ગરમા ગરમ માહોલ વચ્ચે ગેરકાયદેસર બાંધકામ બંધ થઈ જતા સ્થાનિક રહીશો ગેલમાં આવી ગયા છે કેટલીક મિલકતો રેસીડેન્સીયલ હોવા છતાં તેમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરીને લાખો કરોડોનું કૌભાંડ બહાર લાવવાનુ ચર્ચાઈ રહ્યું છે .
મરી માતાના ખાંચામાં રહેતા સ્થાનિક લોકોની હાડમારી અને પરેશાની થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વારંવાર કોર્પોરેટરો ને રજૂઆતો કરી ચૂક્યા છે . જો કે તે બાબતે લોકવાચા ને ન્યાય અપાવવા સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાએ મરી માતાના ખાંચાને વન વે કરવા અરજી છ માસ પૂર્વે તારીખ 23/10/24 ના રોજ પોલીસ કમિશનર ને પણ આપી દીધી છે. અરજીમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે દુકાનદારો દ્વારા મોટા મોટા ઓટલાઓ શેડ દુકાનોના ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત એકલો રોડ ઉપર પાર્ક કરીને કરાતા દબાણ પણ છે સ્થાનિક રહીશો સહિત અનેક લોકોને અવરજવર કરવાની પણ તકલીફ પડે છે તદ્દન સાંકડા ખાંચામાંથી સબવાહિની એમ્બ્યુલન્સ કે ફાયર બિગેડ ના વાહનો પસાર પણ ના થઈ શકે તે હદે દબાણ છે તેવું અરજીમાં વોર્ડ નંબર 13 ના દબંગ મનાતા કોર્પોરેટર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું

Most Popular

To Top