બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત :
માર્ચ મહિનામાં અમુક વિદ્યાર્થીને રિલેક્શન આપવામાં આવ્યું હતું :
( પ્રતિનિધિ ) વડોદરા તા.3
ધોરણ 9 થી 12 ના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 ની જોગવાઈ અનુસાર દિવ્યાંગ વિદ્યાર્થી સક્ષમ સત્તાધિકારીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરે તો દિવ્યાંગ વિદ્યાર્થી જરૂરિયાત અને વાજબીપણા મુજબ વિશે સવલતો આપવા અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લર્નિંગ ડિસએબિલિટી કોને ગણવી તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા જે નિયમો બનાવવામાં આવેલા હોય તે અનુસાર સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યે થી આવા વિદ્યાર્થીને દિવ્યાંગતા અંગેની વિશેષ સવલતો આપવામાં આવશે.
મનોચિકિત્સક ડોક્ટર પરેશ શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્પેસિફિક લર્નિંગ ડિસએબિલિટી વિદ્યાર્થીઓ જનરલી 10 થી 15 ટકા એવા હોય છે કે ,જેને લખવામાં તકલીફ હોય સ્પીડ ખૂબ ઓછી હોય અથવા શબ્દો લખવામાં ભૂલો આંકડા લખવામાં ભૂલો કરે 25 લખવાનું હોય તો 52 લખે 37 લખવાનું હોય તો 73 લખે એટલે આવા વિદ્યાર્થી જે છે તે હકીકતે ખૂબ બ્રાઇટ હોય છે. પણ નાનકડી આવી એનામાં કુદરતે એવી રચના કરી હોય છે. જેના કારણે અમુક બ્રેનમાં તકલીફ હોય છે. જેથી એ પ્રોપરલી લખી નથી શકતા, તો આવા વિદ્યાર્થીઓને એસએલડીમા ટ્રાફીફાઈડ કરવામાં આવે છે. એના માટે ડિસએબિલિટી એક્ટ છે 2016 નો એ પ્રમાણે એને એક્ઝામમાં ત્રણ કલાકની પરીક્ષા હોય તો 30 મિનિટ વધારે આપવામાં આવે છે અને એ લોકોનો પાસિંગ માર્ક છે એ પણ 100 માંથી 35 ની જગ્યાએ 20 માર્કે પાસ ગણવામાં આવે છે. આવો એક નિયમ છે ડીસ એબિલિટી એક્ટમાં એમના માટે સેન્ટર પર એક કે બે કિલોમીટર થી વધારે દૂર ન હોય એવી વ્યવસ્થા કરવામાં આવે છે, તો સરકાર આ બાબતે સેહમત થઈ છે અને ગત માર્ચમાં રિલેક્શન અમુક વિદ્યાર્થીઓને આપ્યું પણ હતું. તો આ એક અવેરનેસ માટે છે પણ એની માટે સરકારી ડોક્ટર સાયક્રેટિક કે બાળકોના ડોક્ટર આપવું પડે છે જે અમુક પ્રોપર ટેસ્ટ થયા પછી જ ગુજરાત બોર્ડ તેને સહમતિ આપે છે અને પરીક્ષાના ફોર્મ ભરતી વખતે જ આ બધી વસ્તુઓ સાથે સબમીટ કરવાની હોય છે.
મનોદિવ્યાંગ વિદ્યાર્થીને દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 ની જોગવાઈ અનુસાર વિશેષ સવલતો
By
Posted on