Vadodara

મનિષા વકીલ, બાલુભાઈ ઇનકે ખિલાફ બોલનેવાલોં કો પરેશાન કરતે હૈ મુઝે કરકે દિખાઓ છોડુંગા નહીં : જૈન મુનિનો પડકાર

સૂર્યસાગરજી મહારાજ, દીગંબર જૈન મુનિ આચાર્યનો ગુસ્સો ફાટ્યો, ડો. વિજય શાહ જેવા લોકો ભાજપનું પતન કરાવશે

*શહેરમાં ત્રીસ તળાવો ક્યાં ગયા જવાબ આપો, આ લોકોને ફક્ત સત્તા જોઇએ છે જનતાની પડી નથી*

*પુરની સ્થિતિ ના આ લોકો જવાબદાર છે લોકોનો આક્રોશ છે જે વાજબી છે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે*




શહેરમાં ગત તા. 26 થી 29ઓગસ્ટ દરમિયાન શહેરમાં પૂરને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરવખરી, ફર્નિચર, વાહનો, વીજ ઉપકરણો સહિત ખૂબ મોટું નુકસાન થયું છે. લોકો ત્રણ દિવસ પૂરના પાણી વચ્ચે દૂધ, શાકભાજી, દવા વિના તો કેટલાય વિસ્તારમાં લોકો અંધારપટમા રહેવા મજબૂર બન્યા જે લોકોને જનતાએ વિકાસના નામે, પક્ષના નામે વોટ આપી ચૂંટી કાઢ્યા અને સત્તા પર બેસાડ્યા તે લોકો જનતાની તકલીફ સમયે પોતાના વિસ્તારોમાં જોવા ન નિકળ્યા
જે અંગે જનતામાં નેતાઓ, કાઉન્સિલરો, પાલિકાના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા-હાલોલ રોડપર આવેલા કંજરી ખાતેના દિગમ્બર જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજે ધારાસભ્ય મનિષાબેન વકીલ, બાલકૃષ્ણ શુકલ ને પડકારતા કહ્યું હતું કે, માત્ર દસ થી બાર ઇંચના વરસાદમાં પૂરની સ્થિતિ ન સર્જાય. પરંતુ શહેરના ત્રીસ તળાવો કે જ્યાં પાણી જમા થઇ જતું હતું તે તળાવો ક્યાં ગયા? શહેરમાં પૂર શા કારણે આવ્યું અને કેમ આ લોકો જનતાની તકલીફ સમયે ન દેખાયા? હવે જ્યારે જનતામા આક્રોશ છે વિરોધ છે તો મનિષાબેન અને બાળુભાઇ પોલીસને આગળ કરી જનતાને – મિડિયાના લોકોને પરેશાન કરી રહ્યાં છે. “મને પરેશાન કરી બતાવો, હું છોડીશ નહીં,એક દિવસ તમે મરશો ત્યારે કીડા પડશે તમને સત્તા થી મોહ છે, દેશથી જનતા થી નહીં”

મુનિએ આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, શહેરમાં પૂરની સ્થિતિ માટે પાલિકા તંત્ર જવાબદાર છે. પૂરના સમયે લોકોને મદદ કરવામાં નિષ્ફળ નેતાઓ સામે લોકોનો આક્રોષ ફાટી નિકળ્યો છે. નેતાઓ-કાર્યકર્તાઓને ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે. જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતી અંગે આક્રોષિત હોય તેવો એક વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ વડોદરાના તળાવોથી લઇને વડોદરાના હાલના રાજકારણીઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે. આ વીડિયો જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ નો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલિકા અને વડોદરાનું ભાજપ રાજકારણ ભ્રષ્ટાચારનૌ સૌથી મોટો અખાડો બની ગયું છે
જૈન મુનીએ કહ્યું કે, આજથી કેટલાક વર્ષો પહેલા વડોદરામાં 30 – 35 તળાવો હતા. જે વરસાદનું પાણી આવતું હતું, તે પાણી તળાવોમાં જતુ રહેતું હતું. જેથી કોઇ હાની થતી ન્હતી. પરંતુ હવે તે 30 તળાવો ક્યાં ગયા વડોદરાના ! આ લોકો ખાઇ ગયા છે. રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધા છે.તેઓ સમજવા નથી માંગતા. વડોદરાનો (ભાજપ) શહેર પ્રમુખ વિજય શાહ છે. તેમણે ભાજપ, વડોદરા અને હિંદુઓના હિતમાં કર્યું હોય તેવું કયું કામ છે ? આ લોકો જ ભાજપનુ પતન કરાવશે.

Most Popular

To Top