Dahod

મનરેગાની તપાસ દરમિયાન પોલીસે નકલી એનએ પ્રકરણમાં વધુ એક જમીન માલિકની કરી ધરપકડ, ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા


દાહોદ તા.04

દાહોદમાં એક તરફ મનરેગા કૌભાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમિયાન ગઈકાલે દાહોદ પોલીસે નકલી એને પ્રકરણમાં સામેલ વધુ એક જમીન માલિકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર આગામી સમયમાં અન્ય જે જમીન મિલકત ધારકો જે નકલી એને પ્રકરણમાં સંડોવાયેલા છે અને પોલીસ ચોપડે વોન્ટેડ નોંધાયેલા છે અથવા તો નાસતા ફરતા છે તેઓની પણ આગામી સમયમાં ધરપકડ કરવામાં આવશે.

દાહોદના બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં એક તરફ જેમની સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જે મિલકત ધારકો જમીન દલાલો, તેમજ બોગસ દસ્તાવેજોના આધારે સરકારની પ્રીમિયમ ચોરીના કૌભાંડમાં સામેલ હતા અને જેલવાસો ભોગી રહ્યા હતા, તે તમામ લોકો પોલીસની ચાર્જશીટ બાદ જામીનમુક્ત થયા છે. બીજી તરફ કલેકટરની અધ્યક્ષતામાં નિયુક્ત કરાયેલી એસઆઇટીની ટીમનું સર્વે, ગાંધીનગર ખાતેથી જમીન કૌભાંડની તપાસમાં આવેલી RIL ની ટીમ દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં રીસર્વે કરી હકીકતલક્ષી અહેવાલ સરકારને સુપ્રત કર્યો છે. અને સરકાર દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોને રેગ્યુલાઈઝ કરવા માટે પોલીસી જાહેર કરે તેની ઘડિઓ ગણાઈ રહી છે. દરમિયાન દાહોદ પોલીસે અખ્તર હુસેન ટેણા જેવો જમીન માલિક છે તેઓની ગઈકાલે ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે સંદર્ભે કોર્ટે ઉપરોક્ત પકડાયેલા જમીન માલિકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા અખ્તર હુસેન ટેણાએ પણ સેશવ અને રામુ પંજાબીના ગ્રુપ પાસે તેની જમીન બિનખેતી કરાવી હતી. એટલું જ નહીં પોલીસના જણાવ્યા અનુસાર ઉપરોક્ત પકડાયેલા અત્તર હુસેન ટેણાની જે મિલકતમાં ધરપકડ કરવામાં આવી છે . આ જમીનમાં તેને દુકાન, ગેરેજ બનાવેલું છે. જેમાં તેમના પરિવારજનોના અન્ય ચાર મિલકતોમાં નામ છે જે પૈકી પોલીસ તપાસમાં બે મિલકતોમાં સાચા હુકમ મળી આવ્યા છે. જેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને બે માં તપાસ ચાલુ છે. તેમ જણાવવામાં આવ્યું છે

Most Popular

To Top