Vadodara

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના કોલ્ડરૂમમાં એક બેરેકમાં બે મૃતદેહ

મૃતદેહ આખી રાત કોલ્ડ રૂમના બેરેક બહાર મૂકી રાખતા નો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં 6 પૈકી 3 યુનિટ બંધ હાલતમાં જ્યારે 3 યુનિટ ચાલુ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને એક જ બેરેકમાં બે મૃતદેહો મુકવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે તેમજ બેરક બાહર શવ મૂકવામાં આવતા એસ એસ જી હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે આ અગાઉ પણ કોલ્ડરૂમ ની બેરેક માં 2 શવ મૂકવા માં આવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સામાન્ય રીતે એક બેરેકમાં એક જ મૃતદેહ રાખવામાં આવતો હોય છે એમ 6 બેરેક પ્રમાણે 36 શવ મૂકવાની ક્ષમતા હોય છે ત્યારે એસએસજી હોસ્પિટલ માં 6 પૈકી 3 યુનિટ ચાલુ હાલતમાં છે જ્યારે અન્ય 3 બંધ હાલતમાં છે ઉલ્લેખનીય છે કે આજરોજ હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ હતી અને સ્ટેન્ડ બાયમાં મુકવામાં આવેલ જનરેટર શોભાના ગાંઠીયા સમાન જોવા મળ્યા હતા જોકે વ્યવસ્થા હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાનું સામે આવ્યું છે.  હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મૃતદેહ માટે જગ્યાના મળતા આખી રાત કોલ્ડ સ્ટોરેજ રૂમ ના બેરેક બહાર મૂકી રાખવામાં આવ્યા હતા જેનો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અગાઉ પણ કોલ્ડરૂમમાં કોલ્ડ સ્ટોરેજ ખોટકાયા હોવા ના સમાચાર સામે આવ્યા હતા ત્યારે ફરી એકવાર ત્રણ સ્ટોરેજ ટેકનિકલ ખામીના કારણે ખોટકાઈ ગયા હોવા ના કારણે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મશીનો કેટલા સમયમાં ફરીથી શરૂ થશે કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો લોક માનસમાં સેવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top