Vadodara

મધ્ય ગુજરાતની સહુથી મોટી હોસ્પિટલ જળ બંબાકાર



મધ્ય ગુજરાતની સહુથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં પાણીનો વેડફાટ થતાં પાણીનો રેલો કાળા ધોડા સુધી પહોંચ્યો હતો. એક તરફ લોકોને પીવાનું પાણી નથી ત્યાં સયાજી હોસ્પિટલમાં પાણી ઉભરાયું હતું. હજારો લીટર પાણી વહી ગયું હતું. સયાજી હોસ્પિટલ વહીવટીતંત્ર પર સવાલ ઉઠ્યા હતા. હોસ્પિટલમાં દર્દીને લઈને લઈને આવતા લોકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા. એટલું પાણી વહી ગયું જેનાથી આખી હોસ્પિટલ ધોઈને સ્વચ્છ કરી શકાય. ચાર ચાર કલાકથી ઉભરાતું પાણી બંધ કરવા માટે પણ હોસ્પિટલના વહીવટદરોને ખબર જ પડી નહોતી.

Most Popular

To Top