મધવાસ પાસે અકસ્માતની વણઝાર
કાલોલ :
શહેરાના રહીશ અને હાલ સુરત ખાતે રહેતા ભાનુપ્રસાદ કનુભાઈ પરમાર ઉ વ ૩૬ અને તેઓના ૦૭ વર્ષીય પુત્ર ધનેશ કુમાર સુરતથી શહેરા આવી હાલોલ તાલુકાના ઘનસરની મુવાડી ખાતે રહેતા સંબંધીની ખબર જોવા માટે બસમાં ગયા હતા. ત્યાંથી પરત પોતાના માસી સાસુના દીકરા દલસુખભાઈ વિઠલભાઈ મકવાણા ઉ.વ ૪૫ રે.પાદેડી ઘોઘંબાની મોટરસાયકલ ઉપર આવતા હતા. ત્યારે શનિવારે સાંજે મધવાસ ચોકડી પાસે મિક્સર મશીન ટોઈંગ કરી લઈ જતુ ક્રેન ચાલકે પોતાની ક્રેન ગફરત ભરી હંકારી ક્રેનના પાછળના ભાગથી મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત થયો હતો અને તમામ રોડ ઉપર પડ્યા હતા. જેમાં મોટરસાયકલ ચાલક દલસુખભાઈને કમરના ભાગે પગના ભાગે અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ધનેશકુમાર ને માથાના પાછળ lના ભાગે ,પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભાનુપ્રસાદ ને બરડાના ભાગે,છાતીના ભાગે, હાથ પગના ભાગે , કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. જેથી ક્રેન ચાલક ક્રેન અને ટ્રોઈંગ કરેલ મશીન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો.૧૦૮ મારફતે વડોદરા એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન બન્ને ઈજાગ્રસ્ત પિતા પુત્રના મોત નિપજ્યા હતા. જે અંગેની ફરિયાદ મૃતકના ભાઈ દ્વારા કાલોલ પોલીસમાં સાથે નોંધાવતા પોલીસે ક્રેન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પી બી વાઘેલા દ્વારા શરૂ કરવામાં આવી છે.
મધવાસ ચોકડી પાસે મોટરસાયકલને ક્રેન ચાલકે અડફેટે લેતા પિતા પુત્રના મોત
By
Posted on