Kalol

મધવાસની હીરો કંપનીના પાર્કિંગમાં મુકેલી મોટરસાયકલની ચોરી

કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
કાલોલ ::
ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે રહેતા કલ્પેશકુમાર દિનેશભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા તેઓનો ભાઈ દશરથ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલી હીરો કંપનીમાં નોકરીમાં જાય છે. ગત તા 23/5 ના રોજ રાબેતા મુજબ સવારે સાત કલાકે મોટરસાયકલ લઈને કંપનીમાં ગયા હતા અને પાર્કિંગમાં મોટરસાયકલ મૂકી બપોરના ત્રણ વાગે છૂટીને જોતા પાર્કિંગમાં મોટરસાયકલ મળી આવી નહોતી. આજુબાજુ તપાસ કરતાં મળી નહીં. ભૂલથી કોઈ લઈ ગયું હશે એમ સમજી મોટરસાયકલની તપાસ કરી રહ્યા હતા પરંતુ મળી આવી નહીં. જેથી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 30 હજાર ની મોટરસાયકલ કોઈપણ રીતે લોક ખોલી ચોરી કરી જનાર અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

Most Popular

To Top