આવતીકાલે વડોદરામાં નો યોર પોલિંગ સ્ટેશન કેમ્પ
આગામી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણીપંચની સૂચનાઓ મુજબ વડોદરા જિલ્લામાં મતદાર જાગૃતિ બાબતે જુદા-જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતા પોલીંગ સ્ટેશન લોકેશન પર ક્યા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મુંઝવણ અનુભવતા હોય છે. જે અંગે મતદારોને, મતદાર યાદીમાં તેઓના ક્રમ તથા મતદાન મથકની માહિતી ઉપલબ્ધ કરાવવા જિલ્લાના દરેક મતદાન મથકે જિલ્લા ચૂટણી અધિકારી અને કલેકટર વડોદરા દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૪ રવિવારના રોજ સવારે ૦૯.૦૦ થી ૧૨.૩૦ કલાક સુધી “Know Your Polling Station (KYPS)” કેમ્પેઇનનું આયોજન કરવામાં આવશે જ્યાં જે તે મતદાન મથકના BLO મતદાર યાદી સાથે હાજર રહેશે.
મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ, કાલે જોઈ શકશો
By
Posted on