મણીપુરમાં ચાલી રહેલ હિંસા ને પગલે વડોદરા યુથ કોંગ્રેસ અને મણિપુરી વિદ્યાર્થીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી મૈતે અને કૂકી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહેલ છે અને એ હિંસામાં ત્રણ વર્ષ દરમિયાન અસંખ્ય મણિપુરી લોકો મૃત્યુ પામેલ છે એની સાથે સાથે આ હિંસા દરમિયાન અસંખ્ય મણીપુરની સ્ત્રીઓ સાથે બળાત્કાર પણ કરવામાં આવેલ છે તે છતાં દેશના વડાપ્રધાન કે ગૃહમંત્રી દ્વારા આ રાજ્યમાં ચાલતી હિંસાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ નથી.
વધુ મા પવન ગુપ્તા એ જણાવ્યુ હતું કે ચૂંટણી પ્રચાર માટે “બટોગે તો કટોગે ના” નારા આપનાર સત્તામાં બેસેલી સરકાર જ મણિપુર મા સાશન કરે છે એ છતાં આટલી મોટી હિંસા થઈ રહેલ હોઈ દેશ ના વડાપ્રધાન કે ગૃહમંત્રી આ રાજ્યની મુલાકાત પણ લેવા ગયેલ નથી ત્યારે “એક રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર”નું નારો આપનાર વડાપ્રધાન દેશના એક રાજ્ય પર ધ્યાન ન આપી શકતા હોય અને હિંસા દૂર ના કરી શકતા હોય તો એવા વડાપ્રધાન અને ગૃહમંત્રીને પોતાના પદ પરથી સ્વેચ્છિક રીતે રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગ સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા ની આગેવાની મા યુથ કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીના રાજીનામાની માંગ સાથે મણીપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલ હતો. જેમ મણિપુર થી અભ્યાસ કરવાં આવેલ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ ના સભ્યો જોડાયા હતા.