ઠેર-ઠેર પીવાના પાણીની નલિકાઓમાં ભંગાણ પણ આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી નહીં
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર-ઠેર વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. હાલ આ કામગીરી દરમિયાન ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ અને પાણીની લાઈનમાં ભંગાણ પડી રહ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આવી નલિકાઓમાં ભંગાણ પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તેમ છતાં કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.શહેરમાં ઠેર-ઠેર પીવાના પાણીની નલિકાઓમાં ભંગાણ પડી રહ્યા છે. છતાં પણ આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી નહીં થતાં ચોખ્ખા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. તેવામાં શહેરના મચ્છી પીઠ વિસ્તારમાં માર્ગ ઉપર પીવાના પાણીની નલિકામાં ભંગાણ પડતા 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા.
વડોદરા શહેરમાં પાણીની લાઈનમાં ભંગાણ પડવા હવે આમ ભાત બની ગઈ છે. દર બે-ત્રણ દિવસે કોઈ જુદા-જુદા વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજ હોવાની ઘટના સામે આવી રહી છે. તેવામાં વડોદરા શહેરના મચ્છી પીઠ વિસ્તારમાં માર્ગ ઉપર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડયા હતા. જેના કારણે પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી ગયું હતું. એક તરફ મચ્છી પીઠ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાની લોકોની ઊઠી છે. તેવામાં પીવાના પાણીને લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર ચોખ્ખું પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.