રીલ માં લાકડું છે કે મગર એ ચોક્કસ નથી:- RFO કરણસિંહ રાજપૂત
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી દરમિયાન કોઈક વ્યક્તિએ મગરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા વન્યજીવન પ્રેમીઓએ વિરોધ ઉઠાવ્યો હતો.

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મા પુર ની સ્થિતિ ન સર્જાય અને શહેરીજનોને જળબંબાકાર નો સામનો ના કરવો પડે તે માટે રાજ્ય સરકારના આદેશ બાદ નવલાવાલા કમિટીના સૂચન મુજબ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરી દરમિયાન મગર સહિતના અનેક જળચર જીવોને નુકસાન ન થાય તે માટે વન વિભાગ ના અધિકારીઓ સાથે વન્યજીવ પ્રેમી એનજીઓ ના સંસ્થાઓને સાથે રાખી ગાઈડ લાઈન મુજબ કામગીરી કરાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે તેવામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વન્યજીવન પ્રેમી સ્વયમ સેવક તરીકે માનદ સેવા આપતા વન્યજીવ પ્રેમીઓએ આ મુદ્દે સામાજિક વનીકરણ કચેરી વડોદરા ખાતે પહોંચી તાજેતરમાં આ કામગીરી વેળાએ કોઈક વ્યક્તિએ મગરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારે આ મુદ્દે કાર્યવાહી ની માંગ સાથે આ તમામ લોકોએ જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કામગીરીથી દૂર રહેવાનું નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

વન્યજીવન પ્રેમી રમેશ યાઈશ એ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ચાર ઝોનમાં કામગીરી ચાલુ છે એમાં જોન ત્રણ ની અંદર જે કોન્ટ્રાક્ટર છે તેના પુત્રે એક ફિમેલ મગર ઈંડા મુકેલા હતા ત્યાં એ મગરને ખલેલ પહોંચાડી તેનો વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. વડોદરા અમદાવાદ,સુરત સહિતના કેટલા જિલ્લાઓના આશરે 15000 થી વધુ લોકોએ આ વિડીયો જોયો છે જેને લઈને અમે એ ઝોન ની તપાસ કરી અને એ ઝોન 3 હતો અને સવારે RFO સાહેબને જણાવ્યું RFO સાહેબને લેખિતમાં કમ્પ્લેન કરી વન્યજીવ અધિનિયમ 1972 અંતર્ગત વન્યજીવ ના નજીક જવું અને એને ખલેલ કરવો એ ગુનો બને છે આ કરનારને દંડનીય કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરી ત્યારે સાહેબે અમને જણાવેલું કે આપ લોકો જાતે આ વ્યક્તિને શોધી લાવો આવી વાત અમને કરતા અમે કામગીરી સદંતર પણે બંધ કરેલ છે. અમારી માંગ છે જેને વિડીયો બનાવ્યો તેની પર ગુનો દાખલ કરો અને અત્યારે આ કાર્યવાહી કરો ત્યાર પછી જ અમે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અમારી કામગીરી શરૂ કરીશું ત્યાં સુધી અમે કામ નહીં કરીએ.
RFO કરણસિંહ રાજપુત એ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી અને ફોરેસ્ટના લોકો જે હોબાળો મચાવી રહ્યા છે તે સંલગ્ન છે નહીં. આખી વાત જુદી છે એ લોકોને મુખ્ય પ્રશ્ન એ હતો કે વિશ્વામિત્રી નદી પાસે જે લોકોએ ઊભા રહીને રીલ બનાવી હતી ફોનમાં ત્યાં મગર છે કે લાકડું છે તે પણ નક્કી નથી. લોકોને ભેગા કરી હોબાળા નું સ્વરૂપ આપી ફોરેસ્ટ વિભાગ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે કે તમે જે તે વ્યક્તિ ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગુનો દાખલ કરો એ સદંતર ખોટી માગણી છે
