Vadodara

મકરપુરા GIDCમાં હાઉસકીપિંગ કર્મચારીને બ્રેન હેમરેજ,પરિજનોનો સારવારમાં વિલંબનો આક્ષેપ

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રો.ટેક 850/3 કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ હાઉસકીપિંગનું કામ કરતા પ્રવીણભાઈ સોલંકીની આજે સવારે આશરે 8:45 વાગ્યે અચાનક તબિયત બગડી ગઈ હતી. કંપની દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રવીણભાઈને મગજની નસ ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયું છે. આ શબ્દો સાંભળતા પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. બીજી તરફ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પ્રવીણભાઈ કંપનીમાં કામ કરતા હોવાથી તેમની તબિયત બગડતાં જ કંપની અથવા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. પરંતુ એવું ન થતાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સવારે 8:45 થી 10:45 સુધીનો લગભગ દોઢથી બે કલાકનો કિંમતી સમય બગડ્યો. પરિવારના જણાવ્યા મુજબ, પુત્ર આવ્યા બાદ 108 પર કોલ કરી પ્રવીણભાઈને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનો માને છે કે, જો સમયસર સારવાર મળી હોત તો હાલની ગંભીર પરિસ્થિતિ ટાળી શકાય હોત.

Most Popular

To Top