Vadodara

મકરપુરા વિસ્તારમાં બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો, લાખોની મતાની ચોરી

પોલીસના નાઇટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવતા ચોરો

પ્રતિનિધિ વડોદરા તા.1
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતા તસ્કરોએ મકરપુરા વિસ્તારમાં એક જ રાત્રીના સમયે બે મકાનમાં નિશાન બનાવ્યાં હતા. જેમાં સોનાના દાગીના, રોકડ રકમ રૂ.10 હજાર તેમજ મંદિરમાં પુજાના રૂપિયા 200 અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ હતા. જેથી આ ચોરીના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાંવધારો નોંધાઇ રહ્યો છે. તસ્કરો ઉપરાંછાપરી મકાનો તથા મંદિરોને પણ નિશાન બનાવીને પોલીસના નાઇટ પેટ્રોલિંગના સરેઆમ લીરેલીરા ઉડાવી રહ્યાં છે. ત્યારે ફરીવાર મકરપુરા વિસ્તારમાં રહેતા માતા પુત્ર કામ અર્થે બહાર ગામ ગયા હતા. તે દરમિયાન તેમના મકાન સહિત બાજુના મકાનમાં તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યાં હતા. મોડી રાત્રીના સમયે તસ્કરો મકાનમાં પ્રવેશ્યાં હતા અને ત્યરબાદ સોનાના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 10 હજાર સહિતની મતા ચોરી ગયા હતા. જેમાં દીકરીએ જણાવ્યું હતું કે તેમના પિતા દ્વારા ખરીદીને આપવામાં આવેલી કિમતી સોનાની વસ્તુ અને તેમની યાદગીરી પણ તસ્કરો ચોરી ગયાં હતા ઉપરાંત ભગવાનના મંદિરમાં પુજા માટે મુકેલા રૂપિયા 200 પણ તસ્કરો ઉઠાવી રફુચક્કર થઇ ગયાં છે. જેથી મહિલાએ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top