*મુખ્યમંત્રી ની સ્વચ્છતા મુદ્દે પાલિકાના પદાધિકારીઓ તથા શાસકોને ટકોર બાદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ને સારું દેખાડવાના ભાગરૂપે શહેરના શાસકોએ હાથમાં ઝાડું પકડી ફોટોશેશન તો કરાવ્યા પરંતુ બીજી તરફ શહેરમાં ઠેરઠેર ગંદકી*
આગામી તા.28 મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન તથા સ્પેનના વડાપ્રધાનનું વડોદરામાં આગમન થનાર છે જેની સમીક્ષા કરવા માટે થોડાંક દિવસ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા હતા અને તે દરમિયાન પાલિકાના પદાધિકારીઓ, નેતાઓ સાથે બેઠક યોજી હતી અને ખુદ મુખ્યમંત્રી એ ટકોર કરી હતી કે,”ફક્ત પી.એમ.,સી.એમ.આવે ત્યારે જ સ્વચ્છતા કરવાની એવું ન હોય સ્વચ્છતાને પોતાના સંસ્કારમાં સમાવેશ કરી શહેરને સ્વચ્છ રાખવાનું છે” સી.એમ.ની.ટકોર તથા હવે જ્યારે પ્રધાનમંત્રી આવવાના છે ત્યારે પાલિકાના પદાધિકારીઓ, નેતાઓ હાથમાં ઝાડું પકડી જે સ્થળો સાફ સુથરા છે ત્યાં મિડિયા માં ફોટોશેશન તથા ચમકીને નેતાઓને દેખાડો કરી રહ્યાં છે પરંતુ હકીકત એ છે કે, ચોમાસામાં ઓગસ્ટ માસમાં પૂર બાદ ગંદકી સમયે ના તો મેયર દેખાયા ના કોઇ અન્ય પદાધિકારીઓ કે રાજકીય નેતાઓ હાથમાં ઝાડું પકડી સ્વચ્છતા માટે નિકળ્યા હાલમાં પણ ઔદ્યોગિક હબ એવા મકરપુરા જીઆઇડીસી, એસટી ડેપો સામે તથા નટરાજ સિનેમાથી એમ.એસ.યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલ ફતેગંજ જવાના માર્ગો સહિત અન્ય વિસ્તારોમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે.
સ્વચ્છતા પાછળ લાખોનુ એંધાણ પાલિકા તંત્ર દ્વારા કરવા છતાં સ્વચ્છતા ક્રમાંમા અન્ય શહેરોની તુલનામાં વડોદરા દિવસે ને દિવસે પાછળ ધકેલાઈ રહ્યું છે ત્યારે આ સ્વચછતાના દેખાડા કોને ખુશ કરવા માટે છે? ખરેખર શહેરને સ્વચ્છ રાખતા સફાઇકર્મીઓને યોગ્ય સુરક્ષાના સાધનો સુધ્ધાં આપવામાં નથી આવતા કોન્ટ્રાક્ટરો દ્વારા તેઓના ફક્ત શોષણ જ કરવામાં આવે છે છતાં તેઓ શહેરને રાત દિવસ સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય વગર દેખાડે કરી રહ્યાં છે ત્યારે સમગ્ર મુદ્દે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા પાલિકાના પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી