તમામ આરોપીઓને ભા.દં.સં.ની કલમ 149અને 307મુજબ 7 વર્ષની સાદી કેદ તથા દરેક આરોપીને રૂ.5,000નો દંડ,દંડ ભરવામાં કસૂર કરે તો વધુ 2મહિનાની સાદી કેદ
ભા.દં.સં.ની કલમ 326 મુજબ 5 વર્ષની સાદી કેદ તથા દરેક આરોપીને રૂ.5,000નો દંડ,જો દંડ ભરવામાં કસૂર કરે તો બે મહિનાની વધારાની સાદી કેદની સજા, તદ્પરાંત ભા.દં.સં.ની કલમ 143,147મુજબ 6 માસની સાદી કેદ
(પ્રતિનિધિ) વડોદરા તા. 06
મકરપુરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગરમાં વર્ષ 2014મા ઇન્દિરા નગરના નાકે બેસતા અગિયાર લોકોને ઠપકો આપતાં તે ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચીને તલવાર, લોખંડની પાઇપ તથા હોકી જેવા મારક હથિયારો વડે જીવલેણ હૂમલો કરી ત્રણને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી સાથે જ એક ફોર વ્હીલર ગાડીના કાચ તોડી નુકસાન કર્યું હતું આ કેસમાં વડોદરા કોર્ટમાં 12મા એડિશનલ સેશન્સ જજ દ્વારા વકીલોની દલીલો, પૂરાવાઓ ને ધ્યાનમાં રાખીને કસૂરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ 149 અને કલમ 307 મુજબ તકસીરવાન ઠેરવી 7 વર્ષની સાદી કેદ તથા દરેક આરોપીને રૂ.5,000નો દંડની જોગવાઈ કરી હતી અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી છે સાથે જ ભારતીય દંડ સંહિતાની કલમ 326 મુજબ આરોપીઓને 5 વર્ષની સાદી કેદ તથા દરેક આરોપીને રૂ.5,000ના દંડની સજા કરાઇ છે અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદ તદ્પરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 143 અને કલમ 147મુજબ 6 માસની સાદી કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગરમાં ગત તા 26-05-2014મા ઇન્દિરા નગરના નાકે બેસતા અગિયાર જેટલાં લોકોને નરેશભાઇ વિઠ્ઠલભાઈ વાળંદ તથા મીતેશ રમણભાઇ પરમારે ઠપકો આપતાં આ બાબતની અદાવત રાખીને અગિયાર ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચીને તા.27-05-2814 ની રાત્રે 11 વાગ્યાની આસપાસ ઇન્દિરાનગર એસ.ટી.ડેપો પાછળ, મકરપુરા ખાતે પહોંચી જ ઇ લોખંડની પાઇપ, તલવાર તથા હોકી અને પત્થર જેવા મારક હથિયારો વડે જીવલેણ હૂમલો કર્યો હતો જેમાં હરિવદન તુલસીભાઇને આરોપી દિલીપસિંહ રાજે માથામાં તલવાર તથા પત્થરથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હૂમલો કર્યો હતો તથા પિન્કેશ વિનુભાઈ વસાવાને માથામાં પત્થર થી ગંભીર ઇજાઓ કરી હતી સાથે જ ફરિયાદીને મોઢાના ભાગે લોખંડની પાઇપ,હોકી થી હૂમલો કર્યો હતો સાથે જ મારૂતિ વાન ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એ એચ -2415 ના કાચ તોડી રૂ.2500નુ નુકસાન કર્યું હતું. આ તમામ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં 27-05-201મા ફરિયાદ નોધાઇ હતી અને તા.28-07-2014 માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ કેસમાં ફરિયાદી પક્ષે પી.પી. એસ.કે.ત્રિવેદી એ ધારદાર દલીલો સાથે જરુરી પૂરાવાઓ રજૂ કરતાં આ કેસમાં 12મા એડિશનલ સેશન્સ જજ બ્રિજેશકુમારી રાજપૂતે આરોપીઓને કસૂરવાર ઠેરવી તા.06 -05-2024 ના રોજ ચૂકાદો આપ્યો હતો જેમાં આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 149 અને કલમ 307 મુજબ તકસીરવાન ઠેરવી 7 વર્ષની સાદી કેદ અને દરેક આરોપીને રૂ.5,000ના દંડની સજા ફટકારી હતી અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદ ની સજા સંભળાવી હતી સાથે જ ભારતીય દંડ સંહિતાની કલમ 326 મુજબ તમામને 5 વર્ષની સાદી કેદ તથા દરેક આરોપીને રૂ.5,000ના દંડની સજા કરાઇ હતી અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી હતી તદ્પરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 143 અને 147 મુજબ 6 માસની સાદી કેદની સજા સંભળાવી હતી સાથે જ જી.પી.એક્ટની કલમ 135 મુજબ દરેક આરોપીને રૂ.100 નો દંડ અને જો દંડ ભરવામાં કસૂર કરે તો 10 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી આ કેસમાં ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 428 અનનવ્યે આરોપીઓએ કાચા કામના કેદી તરીકે સજા ભોગવી હોય તે સમય મજરે આપવાનો રહેશે.ઉપરોક્ત સજા એક સાથે ભોગવવાનો ચૂકાદો આપ્યો હતો.
આરોપીઓના નામ સરનામું
1.દિલીપસિંહ જેઠીસિંહ રાજ, પરમેશ્વર પાર્ક, મકરપુરા ડેપો પાછળ
2.રાહુલ ધર્મેન્દ્રભાઇ રાજપૂત -ઉડા ફળિયા, મકરપુરા ગામ
3.કિશોર ઉર્ફે ચેટી નટવરભાઇ નાઇ -સોનાપાર્ક, મકરપુરા
4.ભરત ચંદ્રસિંહ રાજપૂત -ઇન્દિરાનગર, મકરપુરા બસ ડેપો પાછળ
5.અજય ઉર્ફે ચેપ્કો જયંતીભાઇ માછી -કલ્પનાનગર, મકરપુરા
6.વિજય ભીખાભાઇ માછી -ઇન્દિરાનગર, મકરપુરા ડેપો પાછળ
7.કમલેશ ઉર્ફે ભયલુ રામાભાઇ મકવાણા -રામનગર, મકરપુરા
8.રવિ ભીખાભાઇ પટેલ -મહાદેવનગર મકરપુરા
9.વિજય લાલસિંહ ચૌહાણ – શિવશક્તિ નગર, મકરપુરા
10.જશપાલસિંહ ઉર્ફે હડ્ડી છત્રસિંહ શિનોરા -રામનગર, મકરપુરા
11.મયંક ઉર્ફે જાડિયો ધર્મેન્દ્રભાઇ રાજપૂત -ઉડા ફળિયા, મકરપુરા