મકરપુરા વિસ્તારમાં આવેલા રાજીવ નગરમાંથી લંગડો ભરવાડ, લક્ષ્મણ ભરવાડ ગાયો લઈને જતા હોય ત્યારે નીરૂબેન નામની મહિલાએ કહ્યું હતું કે તમારી ગાયો અમારા ઘરથી દૂર રાખો અગાઉ અમારા ફૂલછોડ ખાઈ ગઈ હતી. ત્યારે આ પશુપાલકો અકળાઈ ગયા હતા અને મહિલાને ગાળો આપવા લાગ્યા હતા. જેથી મહિલાએ ગાળો આપવાની ના પાડતા મહિલા અને તેમના પરિવારના સભ્યો પર પશુપાલકો લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. જેના કોઈ વ્યક્તિએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યો હતો.