( પ્રતિનિધી )વડોદરા,તા.1
વડોદરા શહેરના મકરપુરા નવીનો બેટરી પાસે આવેલ ઓમકાર ગ્રીન્સ કોમ્પ્લેક્સ માં ત્રીજા માટે એક ફ્લેટમાં ગેસના બોટલમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ હતી જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મકરપુરા વિસ્તારમાં આવેલા ઓમકાર ગ્રીનમાં ગેસનો બોટલ બ્લાસ્ટ થતા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નોવિનો બેટરી કંપની નજીક આવેલા ઓમકાર ગ્રીન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફ્લેટમાં ગેસનો બોટલ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફ્લેટમાં હાજર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. મોટો ધડાકો થતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં રહેતા રહીશોએ જણાવ્યું હતું કે અમે સુઈ રહ્યા હતા અવાજ આવ્યો એટલે બહાર નીકળ્યા પછી ખબર પડ્યું ગેસનો બોટલ ફાટ્યો છે. પોણા આઠ વાગ્યાની આસપાસ બધા સૂઈ ગયા હતા. બધા ગરબા રમીને આવતા હોય આરામ કરતા હોય એટલે આ દરમિયાન સવારે એકદમ બ્લાસ્ટ થયો કોમ્પ્લેક્સના લોકો બધા દોડી આવ્યા કે ક્યાં શુ થયું છે. પછી ખબર પડી કે ત્રીજા માળે થયું છે. ઈજાગ્રસ્ત છે એ અહીંયા એ એકલા હતા. ભાડેથી રહે છે. અહીંયા કોઈ એમનું નથી એમની ધર્મ પત્ની હતી એ પણ તહેવારના નિમિત્તે પિયર ગયા છે. વધારે તેમની કોઈની સાથે ઓળખ ન હતી તેઓ ઘર બંધ કરીને એકલા જ રહે છે. તેઓ ગંભીર રીતે દાઝી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.