Dahod

મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ

જન્મથી બોલી ન શકતી અને મંદબુદ્ધિ સગીરાને ભોળવી બળાત્કાર ગુજાર્યો હતો
દાહોદ તા.19

દાહોદ જિલ્લાના એક ગામે રહેતી જન્મથી બોલી ન શકતી અને મંદબુદ્ધિ સગીરાને ભોળવીને એક નરાધમે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાના ગંભીર ગુનામાં દાહોદની સેશન્સ કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. તરવાડીયા વજા ગામે રહેતા તેજાબભાઈ છગનભાઈ ડામોરે સગીરાને ફસાવીને લઈ જઈ એક શાળાના ઓરડામાં તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવની ગંભીરતા જોતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પોક્સો એક્ટ હેઠળ આજીવન કરાવાસ, દંડ અને વળતરની ભલામણ

આ કેસ દાહોદની સ્પેશિયલ પોક્સો કોર્ટ તેમજ ત્રીજા એડિશનલ સેશન્સ જજ સંદીપસિંહ જી. ડોડીયાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકાર તરફથી સરકારી વકીલ ટીના સોની દ્વારા કરવામાં આવેલી ધારદાર અને અસરકારક દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે આરોપી તેજાબભાઈ છગનભાઈ ડામોરને બળાત્કાર તથા પોક્સો એક્ટના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન કારાવાસ (જીવનભર કેદ)ની સજા ફટકારી હતી. આ સાથે આરોપીને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ક સગીરાના ભવિષ્ય અને આર્થિક સહાયને ધ્યાને રાખીને આરોપી પાસેથી રૂ. 4 લાખની રકમ વળતર તરીકે સગીરાને ચૂકવવાની પણ ભલામણ કરી છે. આ કડક ચુકાદાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી અને આરોપી સામે ભારે ફિટકાર વરસાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top