Vadodara

મંજુસર: 20 કામદારોના આંગળા કપાઈ જવાના કેસમાં રાજ ફિલ્ટરનાં માલિક સામે ફરિયાદ દાખલ

સાવલી: સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ બહુચર્ચિત રાજ ફિલ્ટર નામની કંપનીમાં 20 થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન વારંવાર આંગળા કપાઈ જવાના મામલામાં કંપની માલિકોની નિષ્ક્રિયતાની વિરુદ્ધમાં મંજુસર પોલીસ મથકે માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાતા સમગ્ર જીઆઇડીસી પરિસરમાં સનસનાટી મચી જવા પામી છે.

મંજુસર પોલીસ મથકે ફરિયાદી જુવાનસિંહ રયજીસીહ ગોહિલ રહે. વીટોજ. તા સાવલી . ભાથીજી વાળુ ફળિયું એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે પોતે 2010 થી રાજ ફિલ્ટર નામની કંપની માં પ્રેસ ઓપરેટર તરીકે નોકરી બજાવે છે અને તારીખ ૨/ ૨/૨૦૨૪ ના રોજ કંપનીમાં કામ કરતી વખતે અંગૂઠા પાસેની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. જેમાં બનાવના દિવસે કંપનીમાં એમ્બોઝ ( ઢાંકણા) તૈયાર કરવાના પ્રેસ મશીન પર પ્રેસ ઓપરેટર તરીકે કામ કરતો હતો , ત્યારે જે કોપરનું ઢાંકણું બનતું હોય અને બની ગયા બાદ તે ઢાંકણા ને મશીનમાં હાથ કાઢીને નાખવાનું હોય છે જેને રનીંગ સ્ટોક કહેવામાં આવે છે. ઢાંકણા તૈયાર થયા બાદ તેનો રિજેક્ટ માલ પાવર પ્રેસ મશીનના સ્ટોક થઈ જાય તેને મશીનમાંથી કાઢતી વેળાએ મશીન હાથ પર પડતા અંગૂઠા પછીની ત્રણ આંગળીઓ અડધી કપાઈ ગઈ હતી . જેથી બૂમાબૂમ થતા ગોત્રી ખાતે આવેલ ઈ એસ આઇ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો . તે સમયે કંપનીના એચ આર મેનેજર રૂતુલ પરીખે સારવારનો ખર્ચો આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ કંપનીએ ખર્ચો આપ્યો ન હતો. જે બાબતે મંજુસર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા મંજુસર પોલીસે કંપનીના માલિક ૧ સબીરભાઈ અબ્દુલ હુસેન થાના વાલા (૨) મુફદ્દલ શબ્બીરભાઈ થાનાવાલા બંને રહે ફતેગંજ 404 અમન ટાવર પાસે વડોદરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઔધોગિક પ્રક્રિયા દરમિયાન આંગળા કપાય છે

મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ માં વપરાતા ફિલ્ટર તેમજ ગાસ્કેટ પાવર પ્રેસ મશીન લેથ મશીન તથા સીએનસી મશીન દ્વારા બનાવે છે .જે ફિલ્ટર બનાવવા માટે અલગ અલગ મશીન પર કામગીરી થાય છે સૌપ્રથમ કોપરની કોયલ જેને પાવર પ્રેસ મશીન પર મૂકીને ડાયના માપ મુજબ ઢાંકણા બનાવે છે તે આગળ બીજા પાવર પ્રેસ મશીન પર મોકલાય છે અને તે પાવર પ્રેસ મશીન પર ઢાંકણા ને ઝુકાવવા ની ડાય દ્વારા ઝુકવવામાં આવે છે અને ઢાંકણા ને ચપટ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા પછી ફિલ્ટર તૈયાર થાય છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોપરનો રોલ હોય છે જે રોલમાંથી કોયલ બહાર કાઢી તેને પાવર પ્રેસ મશીન પર ઢાંકણાની ડાયપર મૂકીને પગ થી સ્ટોક મારતા તે ડાયની સાઈઝનું ઢાંકણું તૈયાર થાય છે અને તેને સ્ટોક માર્યા પછી દર વખતે ડાયની અંદર જતું રહેતું હોય છે. તેને કામદારો હાથ થી બહાર કાઢે છે અને બીજો સ્ટોક મારે છે તે દરમિયાન સ્ટોક અચાનક પડી જવાથી કામદારોના આંગળા કપાય છે તેવું કામદારો દ્વારા જાણવા મળી રહ્યું છે

અત્યાર સુધીમાં 20થી વધુ કામદારોના આંગળા કપાયા


રાજ ફિલ્ટર કંપનીમાં ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીન માં 20 થી વધુ કામદારોના હાથ ના આંગળા કપાઈ ગયા છે. આ કંપનીમાં પ્રોટેક્શન તરીકે ચશ્મા તથા કંપની શૂઝ પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવતા તેવો પણ કામદારો આક્ષેપ કરી રહ્યા છે. કામદારોએ આ બાબતે કંપની ના માલિક બંને પિતા પુત્ર ને આંગળા ન કપાઈ જાય તે માટે સેન્સર વાળું પાવર પ્રેસ મશીન વસાવવાનું રજૂઆત કરે છે. તેમ છતાં કર્મચારીઓનું હિત ધ્યાન ના રાખવામાં આવતું નથી . તેઓની બેદરકારીના કારણે 20 થી વધુ કામદારો ને અપંગ થવાનો વારો આવ્યો છે અને વારંવાર ઘટના અને અકસ્માત બને છે તેમ છતાંય કોઈ તકેદારી રાખવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે 20 થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હોવા છતાંય કોઈ કાર્યવાહી ન થતા માનવ અધિકાર પંચે પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો આ કંપનીમાં અગાઉ ૧ બચ્ચું લાલ ભારતીય ૨ અસગર અલી વોહરા ૩ તખ્તસિંહ ગણપતસિંહ રાઠોડ ૪ દિલીપસિંહ ચંદ્રસિંહ ગોહિલ ૫ દશરથભાઈ ગણપતસિંહ રાઠોડ જેવા કામદારોના પાવર પ્રેસ મશીન પર આંગણા કપાઈ ચૂક્યા છે

તસવીરમાં મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર કંપની તેમજ આંગળા કપાયેલ કામદારોના ફાઈલ ફોટો નજરે પડે છે

Most Popular

To Top