Vadodara

મંજુસરની એડવાન્સ મેડ ટેક કંપનીના અધિકારી દ્વારા આગની ઘટનાને કવર કરતા પત્રકારોના કેમેરા ઝૂંટવવાનો પ્રયાસ

સાવલી: સાવલી તાલુકાની મંજુસર જી.આ.ઇ.ડી.સીમાં આવેલી એડવાન્સ મેડ ટેક સોલ્યુશન પ્રા લિ નામની કંપનીમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનોએ મહા મહેનતે આગ ને કાબુમા લીધી હતી. જ્યારે કંપનીના એક અધિકારી દ્વારા સમગ્ર ઘટનાને કવરે કરતા પત્રકારો કેમેરા ઝૂંટવવાનો અને રેકોર્ડિંગ ડીલીટ કરાવવાનો પ્રયાસ કરીને ગેરવર્તણૂક કરવામાં આવી હતી.


સાવલીની મંજુસર જીઆઇડીસીમાં એડવાન્સ મેડિટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે મેડિકલના વિવિધ સાધનો બનાવે છે અને તેમાં આજે સવારના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી અને ધુમાડાના કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા. જેને કાબુમા લેવા માટે વડોદરાથી પાંચ જેટલા તેમજ મંજુસર જીઆઇડીસી સાવલી પાલિકાના ફાયર ફાઈટર મળી કુલ સાત ફાયર ફાઈટર કામે લાગ્યા હતા. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. કંપનીમાં આગ લાગવાના કારણે આજુબાજુની કંપનીઓના જીવ તાળવે ચોંટયા હતા. ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ નું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. કંપની સત્તાવાળાઓ સાથે સંપર્ક કરતા તેઓએ ચુપકીદી સેવી હતી અને મીડિયા કર્મીઓને શૂટિંગ કરતા રોક્યા હતા અને બેસાડી દેવાની તેમજ શૂટિંગ ડિલીટ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી.

મંજુસરમાં ઘણી કંપનીઓ આવેલી છે. જેમાં મોટા ભાગની કંપનીઓમાં ફાયર સેફ્ટીની સુવિધાનું નિયમ પ્રમાણે પાલન થતું નથી અને ફાયર સેફટીના એક્સપાયર ડેટના સાધનો માત્ર દેખાડો કરવા લગાવવામાં આવે છે. એડવાન્સ મેડ ટેક સોલ્યુશન કંપનીમાં પણ આવુ જ બન્યું હોવાનું જાણવા મળે છે. ફાયરના સાધનો નકામા સાબિત થયા હોઈ તેના કારણે પત્રકારોથી બચવાનો અને માહિતી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ જણાતું હતું . સાથે સાથે ફાયર સેફટીના નિયમોની એસી તેસી જોવા મળી હતી. કંપનીમાં આવા આગના બનાવ વેળાએ પાણીનો પૂરતો જથ્થો પણ ન હતો તેમજ સ્ટોરેજ ની વ્યવસ્થા નહતી. તેના કારણે ખાનગી ટેન્કરો નો સહારો લેવો પડ્યો હતો જ્યારે ફાયર બ્રિગેડ ના બંબા ઓ ને પણ બહારથી પાણી બહાર થી લાવવું પડ્યું હતુ આમ ફાયર સેફ્ટીના નિયમો નું યોગ્ય પાલન થયું હોત તો આગને વધુ પ્રસરતા રોકી શકાય હોત અને દુર્ઘટના નિવારી શકાય હોત તેવું આજુબાજુના એકમો દ્વારા જાણવા મળી રહ્યું હતું.
કંપનીના પાછળના ભાગે માટીના ઢગલાઓ અને વેસ્ટના કારણે સરેઆમ પોલ્યુશન વિભાગના નિયમોનો ભંગ


મળતી માહિતી મુજબ આ કંપની મેડિકલ સર્જરી વપરાતા ઉપકરણો બનાવે છે અને ખાસ કરીને ટાંકા લેવા વપરાતો દોરો બનાવે છે તેવું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે. 300 થી વધુ કામદારો કામ કરે છે. આ કંપનીના પાછળના ભાગે માટીના ઢગલાઓ અને વેસ્ટ ના કારણે સરેઆમ પોલ્યુશન વિભાગના નિયમોનો ભંગ થતો હોવાનું દેખાય છે, પોલ્યુશન વિભાગ દ્વારા આ કંપનીમાં નીતિ નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરવી જરૂરી જણાય છે.

Most Popular

To Top