દબાણ શાખાની ટીમે હંગામી દબાણો તોડી નાખ્યા
ઉત્તર વિસ્તારમાં પણ હંગામી લારી, ખાણીપીણીની રેકડીઓ, તંબુ અને શેડ તોડી સફાયો કરી બે ટ્રક જેટલો માલ-સામાન કબજે કરિયો
વડોદરા શહેરના મંગળ બજાર લહેરીપુરા વિસ્તારમાં લારી, ગલ્લા-પથારા અને દુકાનદારોના લટકણીયાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે પાલિકાની દબાણ શાખાની ટીમે મંગળ બજાર વિસ્તારના હંગામી દબાણો, લારી, ગલ્લા-પથારા વાળાઓને વિસ્તારમાંથી હટાવાયા હતા. દુકાનદારોના લટકતા દુકાનો, બહારના લટકણીયા અને કેટલાક પથારાવાળાઓનો એક ટ્રક જેટલો માલ-સામાન પણ કબજે કરવામાં આવ્યો હતો.

વોર્ડ ૧માં આ કાર્યવાહી દરમિયાન કેટલાય પથારાવાળા અને દુકાનદારો સાથે દબાણ શાખાની ટીમની રીતસર બોલાચાલી અને ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં લોક ટોળું એકત્ર થયું હતું. તૈનાત પોલીસ કાફલાએ શાંતિ જાળવાવીને તંત્રની કામગીરી સરળ બનાવી હતી.
ત્યારબાદ દબાણ શાખાની ટીમ શહેરના ઉત્તર વિસ્તારમાં વોર્ડ નં. ૨માં પહોંચી હતી. ત્યાં સમા વિસ્તારના અભિલાષા ચોકડીથી પૃથ્વી સર્કલ સુધીના હંગામી લારી, ગલ્લા-ખાણીપીણી, ચા-પાણીની રેકડીઓ, કેરી-તરબૂચ-શક્કરટેટીના તંબુ અને શેરડીના કોલાના શેડ પણ તોડી નાખવામાં આવ્યા, જેમાં વધુ એક ટ્રક માલ-સામાન કબજે કરવામાં આવ્યો હતો.

ફરી દબાણ કરતા કાર્યવાહી કરાઈ બે ટ્રક જેટલો સામાન જપ્ત
વારંવાર પાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે છતાં દબાણ કરતાઓ એ ફરી દબાણ કરતા કાર્યવાહી કરાઈ બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
મંગળ બજારમાં તથા સમાં વિસ્તારમાં લારી, ગલ્લા-પથારા અને લટકણીયાના દબાણો સામે પાલિકાએ કડક કાર્યવાહી કરી, બે ટ્રક ભરી મોટા પ્રમાણમાં માલ-સામાન કબજે કર્યો, વિસ્તારમાંથી હંગામી દબાણો સાફ કરાયા.