Vadodara

ભ્રષ્ટાચારની હદ, અમદાવાદ કોર્પોરેશનના જેકેટ પહેરાવી આજવા રોડના યુવાનોને સફાઈ કામ લગાડ્યા

વડોદરા પાલિકાએ તો હદ કરી ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી ને પણ છેતર્યા


લાલચી અને ખઉધરા પ્રશાસનના ચહેરા પરથી પડદો ઊંચકાયો :

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના જેકેટ લોકલ કર્મીઓને પહેરાવી દઇ ભ્રષ્ટાચાર :

વડોદરામાં શહેરમાં પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહીં છે. ત્યારે તેની સાફ સફાઇ માટે અન્ય શહેરોમાંથી મદદ બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહીં છે. પરંતુ આ વાત તદ્દન ખોટી સાબીત કરતો પુરાવો સામે આવ્યો છે. જેમાં વડોદરાના યુવાનોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી દઇ આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનુ ચુંકતા નથી.

વડોદરા શહેરના પરશુરામ ભટ્ટમાં પૂરના પાણી ઓસરયા બાદ ગંદકીનુ સામ્રાજ્ય ઉભુ થયું છે. આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા પાસે પુરતા સફાઇ કામદારો ન હોવાથી અન્ય શહેરોમાંથી સફાઇ માટે ટીમો બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહીં છે. પરંતુ સત્ય કંઇ જુદુ જ છે.શહેરના જાગૃત યુવાન સ્વેજલ વ્યાસ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી હતી કે, વડોદરામાં સફાઇ કામ માટે કોઇ બહારથી ટીમ આવી નથી, અમદાવાદની લાલ બસમાં વડોદરાના યુવાનોને ભરીને પરશુરામ ભટ્ટમાં સફાઇ કામ માટે લાવવામાં આવ્યાં છે. જ્યાં તેમણે રૂ. 500 વેતન ચુંકવવાની વાત કરવામાં આવી છે. જોકે આ યુવાનોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી આ ભ્રષ્ટ પાલિકા તંત્રના અધિકારીઓ એવું દેખાડવા માગી રહ્યાં છે કે, વડોદરામાં સફાઇ કામગીરી માટે અમદાવાદથી ટીમ આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ તદ્દન ખોટી વાત છે, કોઇ ટીમ બહારથી આવી નથી, આ જે યુવાનો છે તે વડોદરાના જ છે. માત્ર તેમને જેકેટ AMC (અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન) નું પહેરાવી દઇ ચોપડા પર રૂ. 3000 લખાશે અને સફાઇ કરનાર વડોદરાના યુવાનોને માત્ર રૂ. 500 ચુંકવવામાં આવશે, આ ઉપરાંત યુવાનોને પાલિકામાં નોકરી અપાવવાની ખાતરી આપી લાવવામાં આવ્યાં છે.આ મામલાની તપાસ કરતા સફાઇ કરનાર એક યુવાન સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, સાહેબ અમે પ્રોપર વડોદરા સયાજીપાર્ક આજવા રોડના છે, અમને એવું કહેવામાં આવ્યું હતુ કે, ભરતી ચાલુ છે કહીં આ જેકેટ પહેરાવી દેવામાં આવ્યું છે.

વડોદરા ઝોનની પાંચ નગરપાલિકાઓમાંથી ૧૦૦ સફાઈ કર્મીઓની ફાળવણી

વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પૂરના પાણી ઓસરતા હવે શહેરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા દ્વારા ઝોનની નગરપાલિકાઓમાંથી વધુ ૧૦૦ સફાઈ કર્મીઓને વડોદરા મહાનગરપાલિકાને હવાલે મુકવામાં આવ્યા છે. જેથી શહેરની સફાઈની સફાઇ કામગીરી હવે વધુ વેગવાન બનશે.

પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરીના જણાવ્યા અનુસાર પાદરા નગરપાલિકાના ૨૦,ડભોઈના ૧૦, વલ્લભવિદ્યાનગરના ૨૦,કરમસદના ૨૦ અને આણંદ નગરપાલિકામાંથી ૩૦ સહીત કુલ ૧૦૦ સ્વચ્છતા કર્મીઓ વડોદરા મહાનગરપાલિકાને હવાલે મુકવામાં આવ્યા છે. આ સફાઈ કર્મીઓ શહેરમાં ચાલતા સફાઈ અભિયાનમાં જોતરાઈ જઈ શહેરને સ્વચ્છ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે.

Most Popular

To Top