ભોજગામ સ્મશાન સંઘર્ષ સમિતિનું કલેક્ટર કચેરીએ વિધર્મીઓ વિરૂદ્ધ આવેદન

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે ભોજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ગામના વિધર્મીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરાની નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે પાદરા તાલુકાના ભોજ ગામના સ્થાનિક રહીશો તથા ભોજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ ના પ્રમુખ કિરણ કુમાર સેવાદાસ, મહેન્દ્ર પટેલ તથા ગામના હિન્દુ આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુતરો સુત્રોચ્ચાર, પ્લે કાર્ડ, પોસ્ટર, બેનર સાથે ગામમાં વિધર્મીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરવામાં આવી હતી.

ભોજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ પ્રમુખ કિરણકુમાર સેવાદાસે જણાવ્યું હતું કે અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી આજરોજ અમે કલેક્ટર આવેદન આપવા આવ્યા છીએ. અમારા હિન્દુ સ્મશાનમાંથી ગેરકાયદેસર વિધર્મીઓ દ્વારા રસ્તો માંગવામાં આવે છે. સરકારની આપેલી ગ્રાન્ટ પ્રમાણે કામ થયેલું છે તેને પણ અટકાવવાનું કામ આવી વિધર્મીઓ કરે છે.
ગેરકાયદેસર રસ્તો અમે કેવી રીતના આપીએ? તમારા હિન્દુ સમાજ પર વારે ઘડીએ અમુક વિધર્મી ટાર્ગેટ કરી અને હેરાન કરવામાં આવે છે. અડચણરૂપ થાય છે. ગમે તે રીતે કામ રોકવાનું અને આગળ કામ નહીં કરવા દેવાનું આવું એક ષડયંત્ર વિધર્મીઓ દ્વારા કરવામાં આવે છે .
અમારા હિન્દુ સમાજના સ્મશાન તેની જગ્યાનો હક માગવા માટે આવ્યા છીએ. વિધર્મીઓ કાયદેસર જે દિવાલ કરેલી છે તે દિવાલ તોડાવવા માટે અમને હિન્દુઓને હેરાન કરી રહ્યા છે . અમને જગ્યા સરકારે આપેલી છે. સરકારે બાંધકામ કરી આપ્યું છે . સરકારે જે તે વખતે ગામના હિન્દુઓને સ્મશાન માટે જગ્યા ફાળવી છે તે સરકારે માપણી કરીને આપી છે. તે છતાં વિધર્મીઓ હિન્દુઓને ડરાવી ધમકાવી હિન્દુ સમાજના સ્મશાનને જગ્યા પરથી હટાવવા માંગે છે. જેનો હવે વિરોધ કરીએ છીએ અને તે બાબતને લઈને આજે વડોદરા કલેક્ટર કચેરીએ અમે સૂત્રોચાર કરી અમારા હિન્દુ સમાજના સ્મશાનને રક્ષા કરવા માટે અને ન્યાય માટે આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમને ખાત્રી છે તમને વિશ્વાસ પણ છે કે અમને ન્યાય મળશે.